ફ્રોડ:SBI હેડ ઓફિસથી વાત કરું છું કહી, શખ્સે જૂનાગઢ,અમરગઢના 2 વ્યક્તિ સાથે ફ્રોડ કર્યું

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન ફ્રોડમાં 77,999 ગુમાવ્યા, એસઓજીએ 67,499 પરત અપાવ્યા

ચિટર શખ્સે 2 વ્યક્તિ પાસેથી ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાના બહાને 77,999ની રકમનું ઓનલાઇન ફ્રોડ કર્યું હતું. જોકે, એસઓજીએ 67,499ની રકમ રિફંડ કરાવી હતી. આ અંગે મળતી વિગત જૂનાગઢના વિનોદભાઇ ખુંટી તેમજ મેંદરડા તાલુકાના અમરગઢના દિલીપભાઇ પાઘડારને અજાણ્યા હિન્દીભાષી શખ્સનો ફોન આવ્યો હતો. પોતે એસબીઆઇની હેડ ઓફિસમાંથી બોલે છે તેમ કહી ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાના બહાને ક્રેડિટ કાર્ડનો ફોટો, સીવીસી નંબર મેળવી લીધા હતા.

બાદમાં ઓટીપી મેળવી કુલ 3 ટ્રાન્ઝેશકન દ્વારા વિનોદભાઇ ખુંટીના કાર્ડ થકી 39,999 રૂપિયા તેમજ દિલીપભાઇ પાઘડારના ક્રેડિટ કાર્ડ દ્વારા 38,000 મળી કુલ 77,999ની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. બાદમાં આ અંગે અરજદારોએ જિલ્લા સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. બાદમાં રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા,એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, સાયબર સેલના પીએસઆઇ એમ. જે. કોડિયાતર અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફ્રોડર દ્વારા ઉપયોગમાં લેવાયેલ ઓનલાઇન ટ્રાન્ઝેકશન મામલે પેમેન્ટ ગેટ-વેનો સંપર્ક કરી વિનોદભાઇને 39,999 સામે 29,999 અને દિલીપભાઇ પાઘડારને 38,000 સામે 37,500નું રિફંડ કરાવેલ હતું.આમ, કુલ 77,999 સામે એસઓજીએ 67,499ની રકમ પરત અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...