ક્રાઇમ:હમણાં આવું છું તેમ કહી પાડોશી 1.09 લાખની બાઇક ઉપાડી ગયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકલી રહેતી ત્યક્તાએ જાણીતા હોઇ ચાવી આપી "તી

જૂનાગઢની કસ્તુરબા કોલોનીમાં એકલી રહેતી ત્યક્તાનું રૂ. 1.09 લાખની કિંમતનું ફાયનાન્સ પર લીધેલું બાઇક પાડોશી શખ્સ હમણાં આવું કહી લઇ ગયા બાદ પાછો ન ફર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢની કસ્તુરબા કોલોની શેરી નં. 6 માં રહેતી ચંદ્રિકાબેન ધીરૂભાઇ કુવરદાસ (ઉ. 45) નામની ત્યક્તા એકલી જ રહે છે. અને ઘરમાં ભરતગૂંથણનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

ચંદ્રિકાબેને અઢી મહિના પહેલાં રૂ. 1 લાખ 9 હજારની કિંમતનું નવું મોટરસાઇકલ ફાયનાન્સ પર લીધું હતું. તા. 23 ઓગષ્ટ 2021 ના રોજ સવારે 9:30 વાગ્યાના અરસામાં તેમની પાડોશમાં રહેતા ભરતભાઇ કુછડિયા તેમને ઘેર આવ્યા હતા. અને થોડીવાર તમારું બાઇક આપો. મારે કામ છે. એમ કહીને લઇ ગયા હતા. તે આજ સુધી દિવસ સુધી પાછા નહોતા આવ્યા. વળી તેમનો ફોન પણ બંધ હતો. આથી આખરે તેમણે ભરતભાઇ સામે એ ડિવીઝન પોલીસમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...