ભય:સોનપરામાં સાવજે ગાયનું મારણ કર્યું

ડોળાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીર ગઢડાનાં સોનપરા ગામ વિસ્તારમાં સિંહની અવર જવર વધી ગઇ છે. વાડી વિસ્તારમાંથી સિંહ ગામ સુધી પહોંચ ગયા છે. ત્યારે બુધવારની મધ્યરાત્રીનાં સિંહ ગામ વચ્ચે પહોંચી ગયા હતાં. અને એક ગાયનુ઼ં મારણ કર્યું હતું. સોનપરા ગામ ગીર જંગલ બોર્ડનું ગામ છે. પરિણામે અહીં વારંવાર વન્ય પ્રાણી આવી જતા હોય છે. અને પશુનું મારણ કરતા હોય છે. પરંતુ પ્રથમ વખત ગામની મધ્યમાં આવી સિંહે ગાયનું મારણ કર્યું હતું. જેના કારણે લોકોમાં પણ ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...