તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભય:જૂનાગઢની મધ્યે જોષીપુરામાં મધરાતે સાવજ આવી પહોંચ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શેરી નં.3માં સિંહ પહોંચેલો સિંહ સીસીટીવીમાં કેદ - Divya Bhaskar
શેરી નં.3માં સિંહ પહોંચેલો સિંહ સીસીટીવીમાં કેદ
 • સિંહ ફરી જંગલ વિસ્તારમાં ચાલ્યો જાય તેવા પ્રયાસ શરૂ

જૂનાગઢ શહેરની વચ્ચે સિંહના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો રોમાંચ છવાયો છે. શહેરના સરદાર પરાની શેરી નંબર 3માં સિંહે લટાર મારી હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે સિંહ કોઇને ઇજાગ્રસ્ત બનાવે તે પહેલા વિભાગ વન્યપ્રાણીને સહિ સલામત રીતે જંગલમાં મોકલી આપે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના ઇન્દ્રેશ્વર જંગલમાં નેચર સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં કયારેક સિંહ જોવા મળે છે પરંતુ બિલખા રોડ, ભવનાથ, ડુંગરપુર, પાદરીયા વિસ્તારમાં અવાર નવાર સિંહ જોવા મળે છે.

દરમિયાન શહેરના જોષીપરા સ્થિત સરદાર પરા શેરી નંબર 3 માં સોમવારે વ્હેલી સવારના 5 વાગ્યે સિંહ આવી ચડ્યો હતો. સિંહે આ વિસ્તારમાં લટાર મારી હતી જે સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. ત્યારે ગિરનું જંગલ છોડીને સિંહ માનવ વસાહતમાં આવી જતા લોકોમાં પણ ભયનું લખલખું પસાર થઇ ગયું છે. ઘટનાની જાણ થતા વન વિભાગ પણ ખડેપગે થઇ ગયું છે અને સિંહનું લોકેશન મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.

ત્યારે સ્થાનિક લોકની માંગ છે કે, આ રાનીપશુ કોઇને ઇજાગ્રસ્ત બનાવે તે પહેલા તેનું લોકેશન શોધી તેને પાંજરે પૂરી સહિસલામત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવે. જૂનાગઢ આજુબાજુના વિસ્તારમાં તો અવાર નવાર સિંહ દેખા દે છે પરંતુ છેક શહેરની મધ્યમાં આવેલા જોષીપરાના સરદાર પરા શેરી નંબર 3 સુધી સિંહ આવી ચડે તેવી આ કદાચ પ્રથમ ઘટના હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો