તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિત ક્રાંતિ:સૌની યોજનામાં 36 ચેકડેમ ઉમેર્યા, હજુ ચાર ડેમ ઉમેરો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદર, ભેંસાણ, જૂનાગઢમાં હરિત ક્રાંતિ લાવવા
  • વિસાવદરના ધારાસભ્યની સિંચાઇના અગ્ર સચિવને રજૂઆત

જૂનાગઢ, ભેંસાણ, વિસાવદરના ગામોમાં હરિત ક્રાંતિ લાવવા વધુ 4 ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવા રજૂઆત થઇ છે. આ અંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ ગાંધીનગર સ્થિત સિંચાઇ વિભાગના અગ્ર સચિવને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, સિંચાઇ વિભાગ દ્વારા સૌની યોજનામાં 36 ચેકડેમ, તળાવોને આવરી લેવાયા છે. જયારે વધુ 4 ડેમને પણ આવરી લેવા જરૂરી છે. વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્યનો મોટોભાગ ખેતી સાથે સંકળાયેલો છે. ત્યારે હરિત ક્રાંતિ લાવવા માટે અને ખેડૂતોના આર્થિક વિકાસ માટે સૌની યોજનામાં વધુ 4 ડેમનો ઉમેરો કરવાની માંગ છે.

ખાસ કરીને ધ્રાફડ, આંબાજળ, ગળથ અને ઉબેણ એમ 4 ડેમનો પણ સૌની યોજનામાં સમાવેશ કરી આ ડેમ છલકાવાય તો ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી મળી શકશે. પરિણામે ઉત્પાદન વધતા ખેડૂતોની આર્થિક સ્થિતી પણ વધુ સારી થશે.

અન્ય સમાચારો પણ છે...