• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Satellite Telemetry Of Karkara And Kunj Birds Started Scientific Study In Gujarat, Tagging Was Done With The Help Of Experts In Kodinar Diocese.

પક્ષીઓની ગતિવિધિનો અભ્યાસ:ગુજરાતમાં કરકરા અને કુંજ પક્ષીઓનો સેટેલાઈટ ટેલીમેટ્રી દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ, કોડીનાર પંથકમાં નિષ્ણાંતોની મદદથી ટેગીંગ કરાયું

જુનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં જોવા મળતી કુંજ પક્ષીઓના સ્થળાંતર, સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તારના અભ્યાસ માટે પ્રોજેકટ શરૂ કરાયો
  • પક્ષીઓનું સાસણ ખાતે હાઈટેક મોનીટરીંગ યુનિટ ખાતે સતત નિરીક્ષણ

રાજ્યમાં કુંજપક્ષીઓના વસવાટ વિસ્તાર, તેના સ્થાનની પસંદગી સહિતની બાબતોના અભ્યાસ માટે વનવિભાગ દ્વારા કોડીનાર પંથકના દરિયાકાંઠા આસપાસ નિષ્ણાત લોકોની મદદ લઇ ચાર કુંજ પક્ષીઓને પગમાં સોલાર સંચાલિત જીપીએસ ટ્રાન્સમીટર લગાવવામાં આવ્યા છે.

ગુજરાત 609 પ્રજાતિનાં પક્ષીઓ વસવાટ કરે છે. તેમાં કુંજની કુલ 15 પ્રજાતિઓમાં ત્રણ પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે. આ ત્રણ પૈકી બે પ્રજાતિઓ કરકરા અને કુંજ પક્ષીઓનો આઇયુસીએન રેડ લિસ્ટમાં ‘લિસ્ટ કન્સર્ન’ અનુસૂચિમાં સામેલ છે. આ પક્ષીઓને કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. વિશ્વમાં કરકરા પક્ષીની સંખ્યા 2.30 થી 2.60 લાખ અને કુંજ પક્ષીની અંદાજીત સંખ્યા 4.90 લાખથી 5 લાખ આસપાસ હોવાનો અંદાજ છે.

જેથી વન વિભાગ દ્વારા સેટેલાઇટ ટેલીમેટ્રી દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરાયો છે. જેમાં આ પક્ષીઓની સ્થળાંતરની રીત વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, દરરોજની ગતિવિધિના અભ્યાસાર્થે અને તેના આધારે ગુજરાતમાં ભવિષ્યમાં તેના સંરક્ષણ માટેની યોજના બનાવવાના હેતુથી વન્ય પ્રાણી વિભાગ સાસણ ગીર, ગુજરાત વન વિભાગ દ્વારા પૂર્વ મંજૂરી મેળવી કરકરા અને કુંજ પક્ષીઓને સેટેલાઇટ ટેલીમેટ્રી મારફત વૈજ્ઞાનિક અભ્યાસ કરવા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ટેગિંગ ટીમ દ્વારા સૌ પ્રથમ એક સર્વે કરી ત્યારબાદ કુશળ અને અનુભવી ટ્રેપરોની મદદ વડે પક્ષીઓને પકડવામાં આવે છે. ત્યારબાદ પ્રોજેક્ટ અંતર્ગત બે કરકરા અને બે કુંજ પક્ષી એમ કુલ ચાર પક્ષીઓને સૌર ઊર્જાથી ચાલતા લેગ માઉન્ટ પ્રકારના (પગ ઉપર લગાડી શકાતા) જી.એસ.એમ. જી.પી.એસ. ટ્રાન્સમીટર લગાડવામાં આવેલ છે. ટેગિંગ કાર્ય દરમિયાન તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવે છે અને વન્યપ્રાણી વિભાગ સાસણગીર ખાતેના ગીર હાઇટેક મોનિટરિંગ યુનિટમાં આ ટેગ કરેલાં પક્ષીઓનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. આ અભ્યાસ દ્વારા મેળવવામાં આવેલ વૈજ્ઞાનિક માહિતી આ પ્રજાતિઓ માટે ભવિષ્યમાં સંરક્ષણની વ્યૂહરચના બનાવવામાં અતિ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ માહિતી દ્વારા પક્ષીઓનાં શિયાળા દરમિયાન અને પ્રજનન સ્થળોને સંલગ્ન તેમનાં સ્થળાંતર વસવાટ સ્થળની પસંદગી વગેરે બાબતની માહિતી મળી શકશે તેમ જૂનાગઢના સીસીએફ ડી.ટી.વસાવડા તથા સાસણના નાયબ વન સંરક્ષક ડો.મોહન રામે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...