ક્રાઇમ / પરિણીતાને કુખે દિકરી જન્મતા સાસરિયાનો ત્રાસ

Sasaria's torture of giving birth to a daughter somewhere
X
Sasaria's torture of giving birth to a daughter somewhere

  • મારમારી ધમકી આપી હોવાની ફરિયાદ

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ શહેર બિલખા રોડ પર રહેતી પરિણીતાને કરીયાવર અને દિકરી જન્મતાને લઇને પતિ સહિતના સાસરીયાઓ દ્વારા માનસિક ત્રાસ આપી મારમારી મારી નાખવાની ધમકી આપી હોવાની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ શહેરના બિલખા રોડ પર રહેતા વનીતાબેન ભરતભાઇ રાઠોડને તેમના લગ્ન જીવન દરમિયાન તેમના પતિ ભરત રાઠોડ, હરસુખ, સંવીતાબેન, સંજય, કમળાબેન અને કિરણબેન સહિતનાઓ દ્વારા કરિયાવર તથા દિકરી જન્મને લઇને શારીરિક માનસિક ત્રાસ આપી પતિ ભરતે ઢીકા પાટુનો મારમારી તેમજ દારૂપીને પ્લાસ્ટીકના પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ પીઆઇ જે.પી.વરીયા ચલાવી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી