તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવઠું:સાસણ-તાલાલા ગીર અને વંથલી પંથકમાં ભરઉનાળે વરસ્યો કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન

જૂનાગઢ2 મહિનો પહેલા
  • ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા

જૂનાગઢ જિલ્લામાં આજે ફરી એકવાર ચૈત્રમાં અષાઢી માહોલ જામતા કેરીના પાકને વ્યપાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લાના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

સોરઠના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદના પગલે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

આજે બપોરે ચારેક વાગ્યા આસપાસ જૂનાગઢના વંથલી, સાસણ ગીર અને ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ત્રણેય પંથકના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય જઈ ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયેલ હતો. અડધી કલાક સુધી ધોધમાર વરસાદ વરસી જતા ભર ઉનાળે રસ્તા પર પાણી વહેતા થઈ ગયેલ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આજે ભારે પવન સાથે પડેલ કમોસમી વરસાદના આંબા પર રહેલી કેરીઓ ખરી પડી હતી. આ વરસાદના પગલે પ્રખ્યાત કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી કેરી પકવતા ખેડૂતો ચિતામાં મુકાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...