તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધ:કોરોનાનું સંક્રમણ વધતા સાસણ,જૂનાગઢ અને ધારીના જંગલ સફારી પાર્ક ફરી એકવાર બંધ કરાયા

જૂનાગઢ13 દિવસ પહેલા
  • આજથી ઓચોક્કસ મુદત માટે સફારી પાર્ક બંધ કરવાનો નિર્ણય

કોરોનાના વધી ગયેલા સંક્રમણને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા સાસણ ગીર સફારી, દેવળીયા પાર્ક, જૂનાગઢના સક્કરબાગ ઝુ, નેચર સફારી, ધારીના આંબરડી સફારી અચોક્કસ મુદત માટે આજથી બંધ કરી દેવામાં આવેલ છે. આગામી દિવસોમાં નવી ગાઈડલાઈન અને નવો આદેશ ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે તેવો આદેશ થયેલ છે.

રાજ્ય અને સોરઠના જિલ્લાઓમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના સંક્રમણ અને વિકટ બની રહેલી પરિસ્થિતિને ધ્યાને લઇ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં આવેલા વન વિભાગના તમામ સફારી પાર્કો અને અભ્યારણ્યો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આજથી બંધ રાખવાનો ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને આદેશ કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ સાસણ ગીરની સફારી, દેવળીયા પાર્ક, જૂનાગઢની ગીરનાર નેચર સફારી, સક્કરબાગ ઝુ, ધારીનું આંબરડી સફારી પાર્ક અચોક્કસ મુદત માટે આજથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો