તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:માગરોળ તાલુકાના લંબોરા ગામના સરપંચે ઠપકો આપતા ચાર શખ્સોએ હુમલો કર્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાપક્ષે સરપંચ સહિત ચાર સામે પણ મારમારી ધમકી આપ્યાની ફરિયાદ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લંબોરામાં ઠપકો આપતા સરપંચ પર ચાર શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી. જયારે સામાપક્ષએ સરપંચ સહિત ચાર સામે પણ મારમાર્યાની ફરિયાદ થતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તાલુકાના લંબોરના સરપંચ રમેશભાઈ પૂનાભાઈ ચુડાસમાને ગામના જયદીપ રામા મોકરીયા, મિતેષ ડાભી તથા અતુલ પુના ધારેચા ગામના લોકોને હેરાન કરતા હોવાની ફરિયાદ મળી હતી. જેથી તે માટે તેઓએ ઠપકો આપ્યો હતો. ત્યારે મનદુ:ખના સમાધાન માટે જતા હતા. ત્યારે જયદીપ રામા મોકરીયા, મિતેષ જાદવ ડાભી, અતુલ પુના ધારેચા અને રામા રૂડાએ ઢીંકાપાટુ તથા ઉંધી કુહાડી વડે મુંઢ ઈજા કરી ધમકી આપી હતી. આ અંગે સરપંચએ ચારેય શખસો સામે ફરિયાદ નોંધાવી છે.

જયારે સામાપક્ષે જયદીપ રામ મોકરીયાએ સરપંચ રમેશ પૂના ચુડાસમાપ, દિલીપ વરજાંગ મોકરીયા, પિયુષ વિનુ વાડલીયા અને સુમીતાબેન રમેશ ચુડાસમા સામે ટ્રેકટર પકડાવ્યાનું મનદુઃખ રાખી મુઢ મારમારી હુમલો કર્યાની ફરિયાદ કરતાં માંગરોળ પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...