તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Sarpanch Of Dhawa Village Suspended For Illegal Use Of Government Grant, Order To Recover 20% Of Grant Amount With Interest penalty From Three Sarpanches

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક કાર્યવાહી:સરકારી ગ્રાન્ટનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ ધાવા ગામના સરપંચ સસ્પેન્ડ, ત્રણ સરપંચો પાસેથી ગ્રાન્ટની 20 ટકા રકમ વ્યાજ-પેનલ્ટી સાથે વસૂલવા હુકમ

તાલાલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલાલા તાલુકાના ચાર સરપંચો સામે સરકારી નાણાનો મનસ્‍વી રીતે વહીવટ કરવા સામે ડીડીઓએ કાયદાનો કોયડો વીંઝ્યો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં સરકારી ગ્રાન્ટનો મનસ્વી રીતે ઉપયોગ કરવા બદલ ડીડીઓ ધર્મેન્દ્રસિંહ રહેવરે કાયદાનો કોયડો વીંઝ્યો છે. તાલાલાના ધાવા ગીરના સરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે, જ્યારે ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ધણેજ(બાકુલા)ના સરપંચો પાસેથી વાપરેલી સરકારી ગ્રાન્ટની 20 ટકા રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલાત કરવા હુકમ કરવામાં આવ્યો છે.

તાલાલા તાલુકા પંચાયતમાંથી પ્રાપ્‍ત વિગત મુજબ ધાવા ગીર ગ્રામ પંચાયતને વર્ષ 2018-19ના નાણાંકીય વર્ષ દરમિયાન ફાળવવામાં આવેલી વિવિધ સરકારી ગ્રાંન્‍ટના નાણાનો ઉપયોગ નિયમોનુસસાર કરવાના બદલે નિયમોનો ભંગ કરી મનસ્‍વી રીતે વહીવટ કરવા બદલ ધાવા ગીર ગ્રામ પંચાયતના સરપંચ લાભુબેન કમલેશભાઇ શિયાળને તાત્‍કાલીક અસરથી સરપંચના હોદા પરથી દુર કરવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે.

આ ઉપરાંત ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ધણેજ (બાકુલા) ગ્રામ પંચાયતને ગામના પ્રજા ઉપયોગી વિકાસની કામગીરી માટે સરકારે ફાળવેલી વિવિધ યોજનાની ગ્રાન્‍ટના નાણાંનો ઉપયોગ નિયમોની ઐસી તૈસી કરી ફરજ પ્રત્‍યે ઉદાસીનતા રાખવા બદલ સરકારી ગ્રાન્‍ટની 20 ટકા રકમ વ્‍યાજ અને પેનલ્‍ટી સાથે વસૂલાત કરવા હુકમ કર્યો છે.

31 માર્ચ સુધી ભરપાઈ કરવા હુકમ

મંડોરણા ગીરના સરપંચ જયોત્‍સનાબેન રતિલાલ કિકાણી પાસેથી રૂ.4 લાખ 04 હજાર 020 ઉપરાંત વ્‍યાજ તથા ઉમરેઠી ગીરના સરપંચ ભાનુબેન કાનાભાઇ ઘામણચોટીયા પાસેથી રૂ.5 લાખ 54 હજાર 280 વ્‍યાજ સાથે જ્યારે ધણેજ (બાકુલા)ના સરપંચ દેવાયતભાઇ બાલુભાઇ કરગઠીયા પાસેથી રૂ.50,230 વ્‍યાજ સાથે વસૂલાત કરવા આદેશ કર્યો છે. જે ગામના સરપંચોએ સરકારી ગ્રાન્‍ટના નાણાં જે દિવસે ઉપાડયા હોય તે તારીખથી વસૂલાતની રકમ ભરપાઇ થાય નહીં ત્‍યાં સુઘીનું થતું વ્‍યાજ તથા પેનલ્‍ટીની રકમ તા.31-3-2021 સુઘીમાં જમા કરાવા ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીએ તેમના હુકમમાં આખરી મુદત આપી છે.

ધણેજ (બકુલા)ના સરપંચ તાલુકા ભાજપના મહામંત્રી હોવાથી રાજકારણ ગરમાયુ

અત્રે નોંધનીય છે કે, તાલાલા તાલુકાના ચાર સરપંચો સામે કડક કાર્યવાહી પૈકી ધણેજ (બાકુલા)ના સરપંચ દેવાયતભાઇ કરગઠીયા તાલાલા તાલુકા ભાજપના મહામંત્રી અને મુખ્‍ય અગ્રણી છે. હાલ પંથકમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી પ્રક્રીયાનો ધમધમાટ ચાલુ છે એવા સમયે ભાજપના અગ્રણી પાસેથી સરકારી નાંણાનો ગેરવહીવટ કરવા બદલ વસૂલાત કરવા જિલ્લા પંચાયત તંત્રએ હુકમ કરતા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો