ગીર સોમનાથ જિલ્લામાં આવેલી સિદ્ધિ સિમેન્ટ કંપની દ્વારા પાધરુકા ગ્રામ પંચાયતની માલિકીની ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરતા સરપંચ દ્વારા ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ અંગે પાધરુકા ગ્રામ પંચાયતના સરપંચ રમાબેન ભરતભાઇ વાઢેર દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, પાધરુકા ગામના ગોચરના સર્વ નંબર 146માં અનધિકૃત રીતે માઇનીંગ લિઝ પેટે ખોદકામ કરવામાં આવેલ છે અને લાખો રૂપિયાની ખનીજચોરી કરેલ છે. આ સર્વ નંબર ગ્રામ પંચાયતની માલિકીનો હોય અને તેમાં ખનીજ ચોરી કરેલ હોય જેનુ રોજકામ તથા તાલુકા પંચાયત સર્કલ ઇન્સ્પેક્ટર સ્થળ ખરાઇ કરી પંચ રોજકામ કરેલ છે. જેથી આ મામલે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે.
આ ઉપરાંત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજૂઆત કરી મોરાસા ગામે આવેલ સિધ્ધિ સિમેન્ટ કંપની વર્ષ 1987થી કાર્યરત છે. આ કંપની દ્વારા વ્યાપક પ્રમાણમાં પ્રદુષણ થતું હોય જેના કારણે ગામ અને ગામની ખેતીવાડી, બાગ બગીચાને, ધાન્ય પાકોને કોલસીના રજકણોથી તેમજ સિમેન્ટના ધુમાડા નુકસાન થઇ રહેલ છે. ગામના જન આરોગ્યને તથા દુધાળા પશુઓને પાત્રમાં કોલસાની રજકણો અને ધુમાડાના કારણે વારંવાર બિમાર પડે છે. જેથી આર્થિક નુકસાન થવાનો સમય આવે તે પહેલા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ હોવાનું રજૂઆતના અંતમાં જણાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.