સરપંચોનું સંમેલન:માળીયાહાટીના તાલુકા ખાતે સરપંચોનું સંમેલન યોજાયું, 62 ગામના સરપંચો ભાજપમાં જોડાયા

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપને મજબૂત બનાવવાનો પ્રયાસ

માળીયાહાટીના તાલુકામાં આજે સરપંચોનું સંમેલન યોજાયું હતું જેમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા... માળીયાહાટીના તાલુકાના 68 ગામમાંથી 62 ગામના સરપંચો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા..આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને નવા નવા રંગો જોવા મળી રહ્યા છે. ત્યારે માળીયાહાટીના તાલુકામાંથી મોટાભાગના ગામડાઓ ભાજપમાં જોડાતા એક તરફથી માળીયાહાટીના તાલુકામાંથી કોંગ્રેસમુક્ત કરવાની પહેલ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ખેડૂતોને આપવામાં આવતી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સહાય બાબતે હજુ ઘણા ખેડૂતોને જે રિફંડ મળવું જોઈએ તે મળ્યું નથી તે અંગે કૃષિ મંત્રીએ મોટું નિવેદન આપ્યું હતું. અને જણાવ્યું હતું કે આ અંગે રજૂઆત કરી છે એને પારદર્શક વહીવટ મુજબ વ્યવસ્થા ગોઠવાઈ તો ખેડૂતોને હેરાન ન થવું પડે જેથી કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવાય તે મુજબની રજૂઆત કરી છે અને આશા છે કે ટૂંક સમયમાં આનો સુખદ અંત આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

માળિયા હાટીના તાલુકામાં 68 ગામના તાલુકા માંથી 62 ગામના સરપંચો અને આગેવાનો ભાજપમાં મોટી સંખ્યા સાથે જોડાયેલા જેનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું....

અન્ય સમાચારો પણ છે...