પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો દિવસ છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે સાંય આરતી સમયે ભગવાનનો ચંદનનો શૃંગાર કરવામા આવ્યો હતો. આરતી સમયે ભગવાનના અલૌકિક શૃંગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં બોરસલીના પુષ્પોથી અને બીજા દિવસે 51 કિલો રંગબેરંગી પુષ્પોનો શણગાર કરાયો હતો. જ્યારે આજે સાંય આરતી સમયે ચંદનથી આકર્ષણ શૃંગાર કરાયો હતો. સાંય આરતી સમયે સોમનાથ મંદિર પણ રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠ્યું હતું. જેના અદ્ભુત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.