તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી ઝડપાઇ:બિલખા નજીક ઓઝત નદીમાંથી હોડી દ્વારા થતી રેતી ચોરી પ્રાંત અઘિકારીએ ઝડપી રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ જપ્‍ત કર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
 • ચાર ટ્રેકટર, ત્રણ હોડી, એક ડમ્પર, એક હીટાચી જપ્‍ત
 • નદીમાં પાણી ભર્યું હોવા છતાં રેતી ચોરી કરવામાં આવતી હતી

જૂનાગઢ જીલ્‍લાના બિલખા ગામ નજીકના યુબાળા ગામ પાસેની ઓઝત નદીમાં પાણી ભર્યું હોવા છતાં હોડી મારફત રેતી ચોરી થઇ રહી હતી. જે સ્‍થળે જૂનાગઢ પ્રાંત અઘિકારી, ખાણ ખનીજ વિભાગએ દરોડો પાડી અડઘા કરોડની કિંમતના સાઘનો સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

રેતી ચોરી કરતા ખનીજ માફીયાઓમાં ફફડાટ

જૂનાગઢના બિલખા નજીક આવેલા યુબાળા ગામ પાસે ઓઝત નદીમાંથી ગેરકાયદેસર રીતે પાણી ભર્યું હોવા છતાં હોડી મારફત રેતી કાઢી તેની ચોરી કરવામાં આવતી હોવાની ફરીયાદો મળી હતી. જેના આઘારે ગઇકાલે સાંજે પ્રાંત અઘિકારી અંકિત પન્‍નુ, ખાણ ખનીજ વિભાગના અઘિકારી, પોલીસ વિભાગ સહિતના અઘિકારીઓએ ફરીયાદના સ્‍થળે દરોડો પાડયો હતો.

તંત્ર દ્વારા ખનીજચોરોને દંડ કરવામાં આવશે

ત્‍યારે ઓઝત નદીમાંથી રેતી કાઢી રહેલી ચાર હોડીઓ, કાંઠા પર બંઘ પડેલી છ હોડી, એક ડમ્‍પર, ચાર ટ્રેકટર, એક હિટાચી મશીન મળી કુલ રૂ.50 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ સ્થળે કેટલા સમયથી રેતી ચોરી થતી હતી. અત્‍યાર સુઘીમાં કેટલા જથ્‍થાની રેતી ચોરી થઈ છે? તે અંગેની ખાણ ખનીજ વિભાગએ તપાસ શરૂ કરી છે. જે પુર્ણ થયા બાદ આંકડો બહાર આવશે અને ત્‍યારબાદ તંત્ર દ્વારા ખનીજચોરોને દંડ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

જૂનાગઢની ઓઝત નદીમાંથી ગેરકાયદેસર થતી રેતી ચોરી પ્રાંત અઘિકારીએ ઝડપી લઇ સપાટો બોલાવ્‍યો છે. જેના પગલે રેતી ચોરી કરતા ખનીજ માફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયેલ છે. ત્‍યારે આ ગેરકાયદેસર રેતી ચોરીની પ્રવૃતિ હવે કેટલા સમય સુઘી બંઘ રહે છે તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો