બનુઆઈની અંતિમવિધિ:મઢડા સોનલધામના મંદિરમાં સમાધિ આપવામાં આવી, અંતિમદર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

જૂનાગઢ6 મહિનો પહેલા
  • 93 વર્ષની ઉમરે બનુમા સોમવારે રાત્રે દેવલોક પામ્યા હતા
  • સોનલ માતાજીના બહેન હતા બનુઆઈ

જૂનાગઢના સોનલધામ મઢડા મંદિરના પૂ.બનુઆઈ ગઈકાલે 93 વર્ષની વયે દેવલોક પામતા આજે પાલખી યાત્રા યોજી સમાધિ આપવામાં આવી હતી. આજે સવારથી મઢડામાં પૂ. બનુઆઈના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા સેવકો અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ હતુ. બપોરના સમયે બેન્ડ વાજા સાથે પાલખીયાત્રા યોજાયા બાદ સાંજે સમાધિ આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે બિરાજમાન સોનલધામ મઢડાના પૂ. બનુઆઈ 93 વર્ષની વયે દેવલોક પામ્યા હતા. મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના પૂ. બનુઆઈના અવસાનના દુઃખદ સમાચારથી માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતા ચારણ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પૂ.બનુઆઈ ઘણા સમયથી બીમાર રહેતા હતા. પૂ.બનુઆઈના પાર્થિવદેહના અંતિમ દર્શન કરવા માટે આજે વ્હેલી સવારથી દૂર દૂરથી ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

બનુઆઈની પાલખી યાત્રા અને સમાધિ સમયે ભારતી બાપુ સહિતના સાધુ સંતો હાજર રહ્યા હતા. બનુઆઈને તેમના પરિવારજનો, સાંસદ રમેશભાઈ ધડુક, આપ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત અનેક અગ્રણીઓએ પણ મઢડા પહોચી પુષ્પાંજલિ આપી હતી.

નોંધનીય છેકે, કેશોદ નજીક આવેલા મઢડા ગામમાં આઇશ્રી સોનલ માતાજીનું મંદિર આવેલું છે. આ સ્થળ ચારણ સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને બારેમાસ આ ધામ ભક્તોથી ધમધમતુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...