તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ વધી:મોહનથાળ એવરગ્રીન, લીસા લાડુ, મેસુબનું વેચાણ ઘટ્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દૂધ, કાજુ, બદામની મીઠાઇનું વેચાણ વધ્યું
  • ફરસાણમાં ચકરી, ભાખરવડી, સોયા ચીપ્સની માંગ વધી

જન્માષ્ટમીના પર્વમાં મીઠાઇ અને ફરસાણ આરોગવાનું ચલણ છે. લોકો પોતાના ઘરમાં જ નહીં, કર્મચારીઓ તેમજ નોકર-ચાકર વર્ગને પણ જન્માષ્ટમીની મીઠાઇનું વિતરણ કરે છે. પણ છેલ્લા 5 વર્ષમાં પરંપરાગત રીતે ખવાતી મીઠાઇ અને ફરસાણના ટ્રેન્ડમાં થોડો ફેરફાર થઇ ગયો છે. પરંપરાગત મીઠાઇ ગણાતો મોહનથાળ હજુ લોકો પસંદ કરે છે. પણ લીસા લાડુ, મેસુબ જેવી મીઠાઇને બદલે હવે કાજુ કતરી તેમજ ડ્રાયફ્રૂટ અને દૂધમાંથી બનતી ફેન્સી મીઠાઇનું ચલણ વધ્યું છે.

5 વર્ષ પહેલાં મોહનથાળ, મેસુબ વધુ ચાલતા. હવે દૂધ અને ડ્રાયફ્રૂટમાંથી બનતી ફેન્સી મીઠાઇનું ચલણ છે. એમાં કાજુ કતરી હોટ ફેવરીટ છે. તો ફરસાણ પહેલાં સેવા-ગાંઠિયા વધુ ચાલતા. એને બદલે હવે ચકરી, ભાખરવડી, સોયા ચીપ્સ, પંચરત્ન ચેવડો, વધુ ખવાય છે. - મનોજભાઇ રૂપારેલિયા

જન્માષ્ટમીમાં જલેબી, સૂકો હલવો ન ચાલે
પહેલાં મોહનથાળ, મેસુબ, લીસા લાડુ, ગાજરનો હલવો ચાલતા. હવે કાજુ કતરી અને ડ્રાયફ્રૂટની કોઇપણ વસ્તુ વધુ વેચાય છે. લીક્વિડમાં બાસુંદી, અંગૂર રબડી, શીખંડ વધુ ચાલે. જલેબી, સૂકો હલવો આઠમના તહેવારમાં સાવ ન ચાલે. એ દશેરાની મીઠાઇ છે. - ગૌરવ પુરોહિત

અમારે ત્યાં નમકીન વધુ વેચાય છે
5 વર્ષ પહેલાં જન્માષ્ટમીમાં બુંદીના લાડુ, મેસુબ, સોનપાપડી લોકો વધુ ખરીદતા. તેને બદલે હવે અમારે ત્યાં ફરસીપુરી, તીખા ગાંઠિયા, ફાફડી ગાંઠિયાની ઘરાકી વધી છે. - અમિતભાઇ જોબનપુત્રા

સોનપાપડીનો તો યુગ આથમી ગયો
પહેલાં અમારે ત્યાં લીસા લાડુ, મીઠા સાટા, મગજના લાડુ, મહનથાળ, મેસુબ, ટોપરાપાક, સોનપાપડી, લીલો હલવો, બુંદીના લાડુ, વધુ ચાલતા. જેમાં મોહનથાળની ડીમાન્ડ હજી એવીને એવીજ છે. પણ એ સિવાય કાજુ કતરી જેવી ડ્રાયફ્રૂટ અને દૂધમાંથી બનતી મીઠાઇની માંગ વધી છે. સોનપાપડી તો સાવ નથી ચાલતી. - પ્રવિણભાઇ ખીલોસિયા

અન્ય સમાચારો પણ છે...