કોરોના મહામારી:2 માસથી સક્કરબાગ ઝૂ બંધ, રૂપિયા 20 લાખથી વધુનું નુકસાન

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝૂ બંધ પણ પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો નહિ

સક્કરબાગ ઝૂમાં સિંહ, દીપડા, વાઘ સહિતના માંસાહારી તેમજ તૃણ ભક્ષી સહિતના પ્રાણી-પક્ષીઓ છે. આ પ્રાણી-પક્ષીઓને જોવા માટે દેશ વિદેશથી પ્રવેશી આવે છે. પરંતુ કોરોના વાઇરસને લઈને લોકડાઉન જાહેર થતા સક્કરબાગ ઝૂ બંધ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 2 મહિનાથી ઝૂ બંધ રહેતા લાખો રૂપિયાની નુકસાની આવી છે. અહીં રોજના મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે જેની ટિકિટના પૈસાથી ઝૂ ને આવક થતી હતી. ઝૂના પ્રાણી-પક્ષીઓને દરરોજ આપવામાં આવતો ખોરાકની પાછળ લાખો રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ પ્રવાસીઓની ટિકિટમાંથી પ્રાણીઓના ખોરાકનો ખર્ચ નીકળી જતો હોય છે. પરંતુ છેલ્લા 2 મહિનાથી ઝૂ બંધ રહેતા 20 લાખ રૂપિયાથી વધુની નુકસાની આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, લોકડાઉનમાં પણ પ્રાણી-પક્ષીના ખોરાકમાં ઘટાડો કરાયો નથી. ત્યારે હવે લોકડાઉનનો અંત આવતા ફરી સક્કરબાગ ઝૂ ખુલી જશે અને પ્રવાસીઓ આવતા આવક પણ થશે. ઝૂ બંધ રહેતા ઘોઘટ અને પ્રદુષણ ઓછું થતા પ્રાણીઓને થોડી નિરાંત મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...