તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:આજથી સક્કરબાગ, દેવળિયા અને આંબરડી પાર્ક ખુલશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેટ પર સેનેટાઈઝર, થર્મલ ગન તૈયાર - Divya Bhaskar
ગેટ પર સેનેટાઈઝર, થર્મલ ગન તૈયાર
  • કોવિડ-19 ની ગાઇડ લાઇનના પાલન સાથે પ્રવેશ અપાશે
  • પ્રવેશ માટે એક દિવસમાં 500 ની અગાઉની મર્યાદા હટાવાઇ

કોવિડ-19 ની પ્રથમ લહેર વખતે સક્કરબાગ, દેવળિયા પાર્ક અને આંબરડી સફારી પાર્ક બંધ કરાયા બાદ અનલોક વખતે ફરી શરૂ કરાયા હતા. પણ બીજી લહેર આવતાંજ ફરીથી બંધ કરી દેવાયા હતા. હવે કોરોનાની બીજી લહેર શમી ગઇ છે ત્યારે જૂનાગઢનું સક્કરબાગ ઝૂ, સાસણનો દેવળિયા સફારી પાર્ક અને અમરેલી જિલ્લાનો આંબરડી સફારી પાર્ક ફરી શરૂ કરવામાં આવનાર છે. એમ વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ ડિ. ટી. વસાવડાએ જણાવ્યું હતું.

જૂનાગઢના સક્કરબાગ ઝૂને ગત તા. 2 એપ્રિલ 2021 ના રોજ કોરોનાની બીજી લહેરને લઇ બંધ કરાયું હતું. જે હવે આવતીકાલ તા. 17 જુન 2021 થી ફરી મુલાકાતીઓ માટે ખોલવામાં આવી રહ્યું છે. એમ સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર ડીએફઓ અભિષેકે જણાવ્યું હતું. આ માટે ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ચીફ વાઈલ્ડલાઇફ વોર્ડને કોવિડ-19 ની ગાઇડ લાઇનને અનુસરીનેજ રાજ્યના તમામ ઝૂ અને સફારી પાર્ક ખુલ્લા મૂકવાની સુચના આપી છે. આથી આવતીકાલ તા. 17 જુને રાબેતા મુજબના સમય સવારે 8 વાગ્યાથી સાંજે 5 સુધી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રથમ લહેર બાદ સક્કરબાગ ખુલ્યું ત્યારે એક દિવસમાં વધુમાં વધુ 500 પ્રવાસીનેજ પ્રવેશ આપવાની જોગવાઇ હતી. પણ આ વખતે એ હટાવી ગમે એટલા પ્રવાસીઓને પ્રવેશ આપી શકાશે એવી સુચના જારી કરાઇ છે. જોકે, ઝૂમાં તમામ પ્રવાસીઓએ માસ્ક ફરજિયાત અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે.

સક્કરબાગ ઝૂ, દેવળિયા સફારી પાર્ક અને આંબરડી પાર્કમાં મુલાકાતીઓએ ગેટ પર જ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે થર્મલ ગનથી ચેક કરી સેનેટાઈજર લગાડીને જ પ્રવેશ આપવામાં આવનાર છે. જોકે, લાઇન માટે અગાઉ બનાવેલા સફેદ સર્કલ હજુ યથાવત સ્થિતીમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. તસવીર: મેહુલ ચોટલીયા

દેવળિયા પાર્કમાં પણ આજથી જ પ્રવેશ
સાસણના દેવળિયા સફારી પાર્કમાં પણ આવતીકાલ તા. 17 જુનથીજ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવનાર છે. આ સાથેજ હજુ બે દિવસ પહેલાંજ મુલાકાતીઓ માટે લોકાર્પણ કરાયું એ એસી બસમાં બેસીને આવતીકાલથીજ પ્રવાસીઓ પાર્કમાં સિંહ જોવા જઇ શકશે. એમ ડીસીએફ મોહનરામે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...