શ્રદ્ધાસુમન:બ્રહ્મલીન ભારતીબાપુને શ્રદ્ધાંજલી અર્પણ કરતા અખાડાના સંતો

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંભ મેળાના કારણે અનેક સંતો અંતિમવિધીમાં હાજર ન હતા
  • બાપુના સમાધીસ્થાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

બ્રહ્મલીન ભારતી બાપુને વિવિધ અખાડાના વરિષ્ઠ સંતોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જૂનાગઢ અને અમદાવાદ ખાતે આવેલ ભારતી આશ્રમના સંસ્થાપક અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ 11 એપ્રિલના બ્રહ્મલીન થયા હતા. દરમિયાન આ સમયે હરિદ્વાર ખાતે કુંભમેળો ચાલતો હતો જેથી મોટાભાગના સંતો, મહંતો મેળામાં હતા. પરિણામે બાપુની અંતિમવિધીમાં હાજર રહી શક્યા ન હતા.

દરમિયાન ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ, અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, મહામંડલેશ્વર મહિન્દ્રનંદગીરી, દલપતગિરી, હરિહરાનંદ ભારતીજી, મહાદેવ ભારતી બાપુ સહિતના સંતો, મહંતો ભારતી આશ્રમ ખાતે ગયા હતા. તમામ વરિષ્ઠ સંતોએ બ્રહ્મલીન ભારતીબાપુના સમાધી સ્થળે જઇ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાદમાં તમામ સંતોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...