તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ભવનાથના સંતોએ ઓન લાઇન સોમનાથ મહાદેવની કરી પૂજા, કોરોનાથી વિશ્વની મુક્તિ માટે કરી પ્રાર્થના

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજા કરાવી

કોરોના મહામારીનું સંક્રમણ ટાળવા લોકની ભીડ ન થાય તે માટે મંદિરોને બંધ રાખવામાં આવ્યા છે. દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર પણ બંધ છે પરંતુ દરરોજ મોટી સંખ્યામાં લોકો ઘર બેઠા ઓન લાઇન પૂજા, શણગાર અને આરતીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટમાં ફસાયું છે. ત્યારે ભવનાથના સંતોએ વિશ્વને કોરોના મહામારીના સંકટમાંથી ઉગારવા સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી છે. ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ અને રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ ઓન લાઇન પૂજા કરાવી કોરોના મહામારીથી વિશ્વને મુક્તિ આપવા દ્વાદશ જ્યોતિર્લીંગ પૈકીના સૌરાષ્ટ્રના સૌપ્રથમ શિવલીંગ સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હોવાનું શેરનાથબાપુનાં સેવક નવીનભાઇ ફટાણીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો