દરિયામાં રેસ્ક્યુ:વેરાવળ નજીક માછીમારી કરી રહેલી પોરબંદરની ફીશીંગ બોટનો ખલાસી બેભાન થતા સારવાર અપાવી બચાવી લેવાયો

વેરાવળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરીન પોલીસની સ્પીડ બોટ દ્વારા બેભાન ખલાસીનું રેસ્ક્યુ કરી બંદર પર લાવી સારવાર અપાઈ

વેરાવળ નજીકના દરિયામાં 25 નોટિકલ માઇલ દૂર માછીમારી કરી રહેલ પોરબંદરની ફીશીગ બોટમાં રહેલ એક ખલાસી અચાનક બેભાન થઇ જતા ઇમરજન્‍સી સારવારની જરૂરીયાત ઉભી થતા સાથી ખલાસીઓએ વાયરલેસ મારફત તંત્ર પાસે મદદ માંગી હતી. જેના પગલે મરીન પોલીસની સ્‍પીડ બોટ સ્‍ટાફ સાથે દરીયામાં જઇ બેભાન ખલાસીનું રેસ્‍કયુ કરી સ્‍પીડ બોટમાં લઇ વેરાવળ બંદર પર લાવી 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર અર્થે સિવીલ હોસ્‍પીટલએ ખસેડેલ જયાં બેભાન થયેલ ખલાસીને સમયસર સારવાર મળી જતા બચી ગયો હતો.

સોમનાથ મરીન પોલીસએ કરેલ રેસ્‍કયુની વિગત આપતા પીઆઇ એન.જી.વાઘેલાએ જણાવેલ કે, આજે બપોરના બેએક વાગ્‍યે દરીયાઇ સુરક્ષા કચેરી ગાંધીનગરના કંટ્રોલ રૂમના હેલ્પ લાઇન 1093 નંબર પર વેરાવળ નજીકના 25 નોટીકલ માઇલ દુર દરીયામાં માછીમારી કરી રહેલ પોરબંદરની બોટ નંબર GJ-25-MM-4878 નો એક ખલાસી અર્જુન ધીરૂભાઇ ડોબરીયા (ઉ.વ.21) (રહે.તલાવપાડા તા.ભિલાડ જી.વલસાડ) અચાનક બેભાન થઇ ગયો હોવાથી તાત્કાલીક સારવારની જરૂરીયાત ઉભી થઇ હોવા અંગે બોટના ટંડેલએ મદદ માંગી હતી. જે માહિતી વડી કચેરી દ્રારા સ્‍થાનીક સોમનાથ મરીન પોલીસ સ્ટેશનને આપી હતી.

જેના આઘારે મરીન પોલીસને ઇન્ટરસેપ્ટર સ્પીડ બોટના ઇન્ચાર્જ જગદીશ મકવાણાને વિગતો આપી તાત્કાલીક મદદે દરીયામાં પહોંચવા સુચના આપવામાં આવી હતી. જેથી સાથી બોટના ક્રુ મેમ્‍બર કર્મચારી હરીસીંહ ડોડીયા, માસ્ટર દિનેશભાઇ ચાવડા અને સેરાંગ ભીમજીભાઇ નાથાભાઇ પરમાર સ્‍પીડ બોટ લઇ દરીયામાં રવાના થઇ મદદ માંગનાર બોટના ટંડેલ સાથે મોબાઇલ થકી વાતચીત કરી તેમની બોટનું લોકેશન ટ્રેપ કરી સુત્રાપાડા નજીકના દરીયામાંથી બોટમાંથી બિમાર ખલાસી અર્જુન ડોબરીયાને બેભાન હાલતમાં મરીનની સરકારી બોટમાં સલામત રીતે રેસ્‍કયુ કરી તાત્કાલીક વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડ જેટી ઉપર લાવવામાં આવેલ હતા.

અગાઉથી 108 ને જાણ કરી હોવાથી ઇમરજન્‍સી સેવાનો સ્‍ટાફ એમ્‍બ્‍યુલન્‍સ સાથે હાજર હોવાથી ત્‍વરીત માછીમાર કાર્યકર કિશોર ગોહેલ સહિતનાની મદદથી ત્‍વરીત બેભાન ખલાસીને સ્‍પીડ બોટમાંથી બહાર લાવતા 108 ના સ્‍ટાફ દ્રારા પ્રાથમીક સારવાર આપી તુરંત સિવીલ હોસ્‍પીટલે ખસેડેલ હતા. જયાં ખલાસીને સમયસર સારવાર મળતા તેની સ્થિતી સારી ખતરાથી બહાર હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...