તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલન:પ્રેમીને સજા થતા સગીરા ઘેરથી નાસી, જૂનાગઢ પોલીસે ભવનાથથી શોધી કાઢી

જૂનાગઢ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઝુપડપટ્ટીમાં આશ્રય લેવા આવીને પોલીસને જાણ થઇ

ભવનાથ પોલીસે મુંબઇથી નાસી ભવનાથ આવેલી સગીરાનું તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. આ અંગે મળતી વિગત મુજબ મુંબઇના ભાંડુપમાં રહેતી એક સગીરાને એક યુવક સાથે પ્રેમ થયો હતો. સગીરા યુવક સાથે ભાગી ગઇ હતી. આ મામલે અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન જામીન પર છુટી યુવક ફરી સગીરાને ભગાડી ગયો હતો. ત્યારે બીજી વખત ફરિયાદ થતા યુવકને જેલ હવાલે કર્યો હતો.

બાદમાં સગીરાનો પરિવાર ભાવનગર દર્શન માટે આવ્યો હતો ત્યાંથી સગીરા પરિવારને જાણ કર્યા વિના નાસી ગઇ હતી. બાદમાં આ સગીરા ભવનાથમાં આવી હતી અને રાત્રીના સમયે ઝુપડપટ્ટીમાં આશ્રય માગતા ઝુપડપટ્ટીના રહિસોએ ભવનાથ પોલીસને જાણ કરી હતી.

દરમિયાન રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા લોક કલ્યાણના કામો કરવા સૂચના આપી હોય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ભવનાથ પીએસઆઇ એન. કે. વાજા અને સ્ટાફે મુંબઇ જાણ કરી સગીરાનું તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો