તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સગીર-સગીરાને પ્રેમ થયો, મિત્રોને લઇ અપહરણ કરવા પહોંચ્યો, સોશ્યલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા સંતાનોનો કિસ્સો

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બ્લેક મેઇલ કરી રૂપિયાની પણ માંગણી કરી, પોલીસે દરમિયાનગિરી કરી

વાલીઓની આંખ ખોલતો કિસ્સો જૂનાગઢ જિલ્લામાં સામે આવ્યો છે. સગીર અને સગીરાને સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રેમ થયો. બાદમાં સગીરે સગીરાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. એટલુજ નહીં, સગીરાનું અપહરણ કરવા પણ સગીર તેના મિત્રો સાથે પહોંચ્યો. જોકે, ગામલોકો એકઠા થઇ જતાં તેઓ નાસી ગયા હતા. આ અંગેની વિગતો અાપતાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાજેતરમાંજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક 15 વર્ષિય સગીરાને જામ ખંભાળિયાના સગીર સાથે સોશ્યલ મીડિયા પર પ્રેમ થયો. સગીરના મનમાં રૂપિયા પડાવવાનો ઇરાદો હતો. આથી તેણે સગીરાને તેના ફોટાના આધારે બ્લેક મેઇલ કરવાનું શરૂ કર્યું. સગીરાએ તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા પણ નાંખવા પડ્યા.

આથી સગીરાના પિતાએ ભેંસાણ પોલીસને જાણ પણ કરી. આ દરમિયાને એક દિવસ સગીર જામ ખંભાળિયાથી કાર લઇને પોતાના 3 મિત્રો સાથે સગીરાને ગામ પહોંચ્યો. જેનો સગીરાના પિતા અને ગામલોકોને ખ્યાલ આવી જતાં ચારેય લવરમૂછિયા ભાગી ગયા. ગામલોકો તેની પાછળ પડ્યા. અને જેતપુર પોલીસની મદદથી ચારેયને પકડી લેવાયા. ઇન્ચાર્જ પીએસઆઇ એન. બી. ચૌહાણ અને સ્ટાફ તેને પોલીસ સ્ટેશને લાવ્યો. પોલીસ પુછપરછમાં છોકરો પણ સગીર વયનો જ નિકળ્યો. સગીરના પિતા અને અન્ય સગાં સંબંધીને ભેંસાણ પોલીસ સ્ટેશનનું તેડું જતાં તેઓ અચંબામાં મૂકાઇ ગયા હતા.

પોલીસ સ્ટેશને છોકરા-છોકરી બંનેના પરિવાર સમક્ષ તેઓએ ભાગી જવાની કબૂલાત કરી. જોકે, બંને સગીર વયના હોઇ પોલીસ ફરિયાદ કરવાનું બંનેના પરિવારજનોએ ટાળ્યું હતું. છોકરાના પિતાએ છોકરીના પરિવારને એવી ખાત્રી આપી કે, હવે પછી તેની કોઇ ફરિયાદ નહીં આવે. છોકરાના મોબાઇલ ફોનમાંથી બધા ફોટા ડિલીટ કરવામાં આવ્યા. પોલીસે પણ બંનેના પરિવારોને સંતાનોનું ધ્યાન રાખવા અને નાદાનિયતમાં કોઇ અવળું કામ ન કરી બેસે તેનો ખ્યાલ રાખવા જણાવાયું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો