તસ્કરી:ઘરના મેઈન ગેઈટનો નકુચો તોડી રૂ.4.05 લાખની ઉઠાંતરી

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢનાં ઈવનગર રોડ પર રહેતા એક વૃદ્ધ ઘરે ન હોય બુધવારના રાત્રીનાં સમયે કોઈ અજાણ્યા શખ્સોએ મેઈન ગેઈટનો નકુચો તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી 4,05,000નાં મુદ્દામાલની ઉઠાંતરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢનાં ઈવનગર રોડ પર રહેતા સુભાષચંન્દ્ર માલદેવ ગલ બુધવારનાં ઘરે હાજર ન હોય.

આ તકનો લાભ લઈ રાત્રીનાં 8 વાગ્યાથી રાતના 10 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરના મેઈન દરવાજાનો નકુચો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરના બેડરૂમમાં રાખેલ કબાટમાં રાખેલ બે પર્સમાંથી રોકડ, ડોલર, સોનાનો ચેઈન અને સોનાનો કરડો મળી કુલ રૂ.4,05,000ની ઉઠાંતરી કરી ગયા હતા. જેથી સુભાષચંન્દ્રભાઈએ સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદનાં આધારે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...