તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ખેડૂતોને સાધન સહાયનાં 1672 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેકટર ખરીદવામાં 506 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને કુલ રૂા.1672.77 લાખની સાધન સહાય ચૂકવવામાં આવી છે. જેમાં ટ્રેક્ટર ખરીદવા રૂા.506 લાખ અને ગોડાઉન બનાવવા રૂા.222 લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ ખેડૂત અકસ્માત વિમા યોજના હેઠળ રૂા.85 લાખ ચૂકવાયા છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2020-21 માં કૃષિ યાંત્રીકરણ સાધનો એમ.બી. પ્લાઉ, હેરો, રીપર, કલ્ટીવેટર, લેન્ડ લેવલર, પાવર થ્રેસર, પાવર ટીલર માટે રૂા.211 લાખ, ઘાસચારા માટે રૂા.7 લાખ પાઇપલાઇન, તાડપત્રી, પંપસેટ, દિવેલ ખોળ, લીંબોડી ખોળ અને ફિલ્ડ નિદર્શન માટે રૂા.179.51 લાખ સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતોનો તૈયાર પાક સંગ્રહવા ફાર્મ સ્ટોરેજ માટે રૂા.99.60 લાખ, રાજ્ય ઓર્ગેનીક પોલીસી અંતર્ગત સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા રૂા.8.34 લાખ, સબ મીશન ઓન એગ્રીકલ્ચર મીકેનાઇઝેશન યોજના હેઠળ રૂા.47 લાખ ચુકવવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...