તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા સદસ્‍યની હત્‍યા:કોડીનારના બોડવા ગ્રા.પ.ની મહિલા સદસ્‍યની હત્‍યા પ્રકરણમાં એક શંકમદને રાઉન્‍ડ અપ કરી પુછપરછ શરૂ

કોડીનાર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિલા સદસ્‍યની હત્‍યા ચોકકસ ઇરાદા સાથે ષડયંત્ર રચી કરાઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહેલ

ગીર સોમનાથ જીલ્‍લાના કોડીનાર તાલુકાના બોડવા ગામે ગ્રામ પંચાયતના મહિલા સદસ્યની અસંખ્ય છરીના ઘા ઝીંકી ક્રૂર રીતે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા નાના એવા ગામ સાથે પંથકમાં અરેરાટી વ્યાપી છે. તો ઘટનાના ચોવીસ કલાક બાદ હત્‍યારા શખ્‍સને પોલીસે રાઉન્‍ડ અપ કરી લીઘો હોવાનું જાણવા મળી રહેલ છે. કયાં કારણોસર ? કંઇ પરિસ્‍થ‍િતિમાં ? હત્‍યા કરી તેવા સવાલોના જવાબ મેળવવા પોલીસ અઘિકારીઓ પુછપરછ કરી રહયા હોવાનું જાણવા મળેલ છે. તો બીજી તરફ હત્‍યા એક ઇરાદા સાથે ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે.

કોડીનાર તાલુકાના બોડવા ગામના મહિલા સદસ્ય નંદુબેન બાબુભાઈ રાઠોડ (ઉ.વ.45) આસપાસના વિસ્તારોમાં મજૂરી કામ માટે મજૂરો પુરા પાડવાનું કામ કરે છે. બે દિવસ પૂર્વે મંગળવારની સાંજે 7 વાગ્‍યે નંદુબેન વાડીએ મજૂરી કામ માટે ગયા બાદ ગુમ થઈ ગયા હતા. ત્‍યારબાદ બુઘવારે સવારે ગામની સીમના એક ખેતરમાંથી નંદુબેનની ક્રૂર રીતે હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર પ્રસરી હતી.

હત્યાની જાણ થતા કોડીનાર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. મહિલા સદસ્ય નંદુબેનના શરીર પર છાતીના ભાગે અને પડખા સહિતના અન્ય ભાગોમાં છરીના અસંખ્ય તીક્ષણ ઘા ઝીંકયા હોવાના નિશાન મળી આવતા મૃતદેહ પ્રથમ કોડીનાર સરકારી હોસ્પીટલે ખસેડી ફેરેન્સિક પી.એમ.માટે જામનગર રવાના કરવામાં આવેલ હતો. મહિલા સદસ્યની હત્યાનો ભેદ ઉકેલવા ગઇકાલથી સ્‍થાનીક સહિત જીલ્‍લા પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી.

આ ચકચારી ઘટનાની પ્રાથમીક તપાસમાં મહિલા સદસ્ય નંદુબેન લખવાનું ન જાણતા હોવા છતાં તેમના મોબાઇલમાંથી રહસ્યમય ગુજરાતી ટાઈપિંગ વાળો 5 લોકોના નામ સાથે બચાવો લખેલો મેસેજ ફોરવર્ડ કરાયો હતો. મૃતકની લાશની આસપાસ લોહી ન જોવા મળ્યું અને તેમના ચપ્પલ 100 મીટર દૂર જોવા મળ્યા જ્યા લોહીના નિશાન પણ હતા. જો કે એવી શંકા પણ થઈ રહી છે કે મૃતક મહિલા સદસ્યની અન્ય જગ્યાએ હત્‍યા કરી થોડે દુર અન્‍ય ખેતરમાં ફેકી દેવાયા હોવાની શંકા વ્‍યકત કરાઇ રહી હતી.

આ ઘટનાના બાદ પોલીસે હત્‍યારા તરીકે એક શંકમદને ઉઠાવી લઇ પુછપરછ શરૂ કરી છે. શંકમદ શખ્‍સ મૃતક ગ્રા.પ.સદસ્‍ય નંદુબેનની દિનચર્યાથી પરીચીત હતો. એક સ્‍પષ્‍ટ ઇરાદા સાથે ષડયંત્ર રચી હત્‍યાની ઘટનાને અંજામ આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો