તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:જૂનાગઢ જિલ્લામાં ઓક્સિજન વિતરણ પર નજર રાખવા ધમધમી રહ્યો છે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જિલ્લાને દરરોજ મળી રહ્યો છે 18 ટન ઓક્સિજન
 • સિવિલ સહિત 50 હોસ્પિટલમાં થઈ રહી છે સપ્લાઈ

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના દર્દિઓને પર્યાપ્ત ઓક્સ‍િજન ઉપલબ્ધ કરવા તંત્રએ સુચારૂ વ્યવસ્થા કરી છે. જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમ ખાતે રાઉન્‍ડ ઘ કલોક કન્ટ્રોલરૂમ કાર્યરત કરી જીલ્‍લામાં ઓક્સિજનની આપૂર્તિ કરવામાં આવી રહી છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ઉપરાંત 4 કોવીડ હોસ્પિટલ ગીરનાર, શ્રીજી, તુલજા ભવાની, અને કે.જે. કોવીડ હોસ્પિટલ તેમજ શહેર અને જિલ્લાની 50 જેટલી ખાનગી હોસ્પિટલોમાં અહીંથી ઓક્સિજનનું સુચારૂ ઢબે વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાયબ કલેકટર વી.ડી. સાકરીયા, નાયબ મ્યુનિ. કમિશ્નર જયેશ લીખીયા અને નાયબ જિલ્લા ચુંટણી અભિકારી વી. એન. સરવૈયા સાથે ચીટનીશ સિધ્ધાર્થ ત્રિવેદી, ડિઝાસ્ટર મામલતદાર અને નાયબ મામલતદારો રેવન્યુ કલાર્ક તથા તલાટીઓને શીફ્ટ પાડી ફરજો સોંપવામાં આવી છે.

રાજકોટ શાપર ખાતેથી ઓકસીજન જૂનાગઢને મળે છે. જે સિવીલ હોસ્પીટલ ખાતે લિન્ડ ટેન્ક, જમ્બો બાટલા તેમજ કોવીડ હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને જરૂરીયાત મુજબ ફાળવણી કરવામાં આવે છે. જીલ્‍લામાં જરૂરીયાત મુજબ દૈનીક 18 ટન જેટલો ઓક્સીજન આપવામાં આવી રહ્યો છે. ઓક્સીજન વિતરણ માટે સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા થતાં હોસ્પિટલોને અને કોરોના દર્દીઓને નિયમીત રૂપે ઓક્સિજન મળતો થયો છે. જેના માટે તંત્રએ સુચારૂ વિતરણ વ્યવસ્થા ગોઠવાઇ છે. જે હોસ્પિટલો તેમજ દર્દિઓ માટે હાલ રાહતરૂપ પુરવાર થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો