હાલાકી:70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ વે 6 કલાક બંધ રહ્યો, એડવાન્સ બુકીંગ વાળા 250ને જાણ કરી દેવાઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફરી ભારે તેજ ગતિથી પવન ફૂંકાતા ગિરનાર રોપ-વેને 6 કલાક સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. બપોરના 1 વાગ્યા બાદ પવનની ઝડપ ઘટતા રોપ-વે સેવા પુન: પૂર્વવત કરાઇ હતી. આ અંગે ઉષા બ્રેકો કંપનીના રિઝીયોનલ હેડ દિપક કપલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે સવારથી જ હવાના ભારે દબાણ સાથે 70 થી 80 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. પરિણામે ખરાબ હવામાનના કારણે રોપ-વે સેવા સ્થગિત કરાઇ હતી.દરમિયાન 250થીવધુ પ્રવાસીઓએ એડવાન્સ બુકીંગ કરાવ્યું હતું.

જોકે, હવામાનની સ્થિતી ખરાબ થતા રોપ-વે ચલાવી શકાય તેવી સ્થિતી ન હોય એડવાન્સ બુકીંગ કરનાર પ્રવાસીઓને રોપ-વે બંધ હોવાની અને જ્યારે ચાલુ થશે ત્યારે જાણ કરવામાં આવશે તેવી મેસેજ દ્વારા જાણ કરી દેવાઇ હતી. સવારના 7 થી લઇને બપોરના 1 સુધી (6 કલાક) રોપ વે બંધ રહ્યો હતો. 1 વાગ્યા બાદ પવનની ઝડપ ઓછી થતા રોપ વે સેવા ફરી પુર્વવત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...