ગીરનાર રોપ-વે શરૂ થયા બાદ સૌરાષ્ટ્રભરના યાત્રાળુઓ ખાસ રવિવારે ગીરનાર જવા માટે અને રોપ-વેની સફર માણવા માટે આવતા હોય છે. પણ આજે બપોર બાદ વાતાવરણ બગડતાં રોપ-વે બંધ કરવો પડ્યો. અને કેટલાક યાત્રાળુઓ અંબાજીમાંજ રહી ગયા હતા.
આજે પણ જૂનાગઢમાં બપોરે અઢી વાગ્યા બાદ આકાશમાં વાદળો છવાયા હતા. અને વરસાદ શરૂ થયો હતો. આથી નાછૂટકે રોપ-વે બંધ કરવો પડ્યો હતો. જોકે, એ દરમ્યાન જે લોકો ઉપર ગયા હતા એ ત્યાંજ રહી ગયા.
આ લખાઇ રહ્યું છે ત્યારે રોપ-વેના સુત્રોના કહેવા મુજબ, એકેય પ્રવાસી ઉપર નહીં રહી જાય. વાતાવરણ ચોખ્ખું થતાંજ બધાને નીચે લાવવામાં આવશે. આમ છત્તાં જો એ શક્ય નહીં હોય તો તેઓને એટલું રીફંડ આપી દેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.