જૂનાગઢ પોલીસે દ્વારા દારૂની બદીને નાબૂદ કરવા પકડાયેલા દારૂના જથ્થા પર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં કબ્જે કરવામાં આવેલ ભારતિય બનાવટનો વિદેશી દારૂને નાશ કરવા કોર્ટે હુકમ આપ્યો છે. ત્યારે કોર્ટના હુકમ મુજબ આ કામગીરી કરાઇ રહી છે. 5 દિવસ પહેલા ભેંસાણમાં સરકારી ખરાબાની જગ્યામાં 81,22,580ની કિંમતના વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવી નાશ કરાયો હતો.
જ્યારે 2 નવેમ્બરે વિસાવદરના માણાંદિયા રોડ પરની ખરાબાની જમીનમાં દારૂની બોટલો 3,803 અને બિયર નંગ 58 મળી કુલ 15,79,890ના દારૂ પર રોલર ફેરવી તેનો નાશ કરાયો હતો. વિસાવદર પોલીસ દ્વારા છેલ્લા 3 વર્ષમાં પકડાયેલ 45 ગુનાનો આ દારૂ હતો જેનો નાશ કરાયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.