કાર્યવાહી:જૂનાગઢ શહેરમાં યુવાન પાસેથી 10 હજારની લૂંટ ચલાવી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી,બાઈકની ચાવી પણ લઈ લીધી

જૂનાગઢ શહેરમાં જોષીપરા નંદનવન મેઈન રોડ પર જાહેરમાં એક યુવાન પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.બાદમાં બાઇકની ચાવી અને 10 હજારની લૂંટ ચલાવી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ બનતા પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,જૂનાગઢમાં રહેતાં મનીષભાઈ નારણભાઈ નલિયાપરાએ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,મનીષભાઈ નંદનવન મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે બે શખ્સ ઘસી આવ્યાં હતાં અને મનીષ પર છરી વડે હુમલો કર્યો હતો.

જેથી ઈજા પહોંચી હતી.બાદમાં બાઇકની ચાવી ઝૂંટવી લઈ 10 હજાર રોકડ ભરેલ પાકીટની પણ લૂંટ ચલાવી હતી.તેમજ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.પોલીસે 2 શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...