તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ચોમાસું નજીક છે ત્યારે જૂનાગઢ શહેરમાં રસ્તાના કામ શરૂ કરાયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા તૂટે તો વરસાદનું બહાનું બતાવવા કારસો

હાલ ચોમાસુ નજીક છે ત્યારે જ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રસ્તાના કામો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ચોમાસામાં રસ્તા તુટે તો ભારે વરસાદના કારણે રસ્તા તુટ્યા તેમ કહી મેઘરાજા પર દોષનો ટોપલો ઢોળવાનો કારસો થઇ રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીત પણસારાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, હાલ ચોમાસું નજીક છે ત્યારે જ રસ્તાના કામો થઇ રહ્યા છે. ત્યારે આ રસ્તા લોકોની સુવિધા માટે બને છે કે, પછી ચોમાસામાં રોડ તૂટી જાય તો તે જ રસ્તા માટે ગ્રાન્ટ ફાળવી શકાય તે માટે બને છે? ત્યારે રસ્તાના કામમાં સારી ગુણવત્તાનું મટિરીયલ્સ વપરાય તે જરૂરી છે. ઉપરાંત રોડ પર ગેરન્ટી પિરીયડના બોર્ડ મારો જેથી ક્યો રસ્તો ગેરંટી પિરીયડમાં છે તે લોકો જાણી શકે અને રસ્તો તુટ્યા બાદ જે તે કોન્ટ્રાકટર પાસે રિપેરીંગ કરાવી શકાય જેથી પ્રજાના નાણાંનો દુરૂપયોગ ન થાય.

અન્ય સમાચારો પણ છે...