ચિમકી:ઘાંચીપટ્ટની 10 સોસાયટીમાં રોડ, ગટર, સફાઇની સમસ્યા

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી નહિ થાય તો મત નહી આપવાની ચિમકી

શહેરની નવી કલેકટર કચેરી પાછળના ઘાંચીપટ્ટ વિસ્તારમાં રોડ, ગટર અને સફાઇની સમસ્યા છે. આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો મત નહિ આપવાની સ્થાનિક લોકોએ ચિમકી ઉચ્ચારી છે. આ અંગે ઇકબાલભાઇ કચરાની આગેવાનીમાં સ્થાનિક લોકોએ આવેદન તૈયારી કરી મનપાના કમિશ્નર રાજેશ તન્નાને આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, અહિં 10 જેટલી સોસાયટી આવેલી છે જેમાં 4,000થી વધુ લોકો રહે છે. અહિંંની સોસાયટીમાં જવા માટેનો રસ્તો કલેકટર કચેરીના પાછળના ગેઇટથી શરૂ થાય છે જે અતિશય બિસ્માર છે. અનેક વખત નાના મોટા અકસ્માતો થયા છે.

જ્યારે ચોમાસા દરમિયાન મુખ્યમાર્ગ પર અને લોકોના ઘરમાં વોકળા અને ગટરના પાણી ફરી વળે છે. જ્યારે સમયસર સફાઇ પણ થતી નથી પરિણામે રોગચાળો ફેલાવાની ભિતી છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો મત નહિ આપવાની સ્થાનિક લોકોએ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...