દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ જૂનાગઢના વોર્ડ નંબર 6માં રસ્તાના પેચવર્કનું કામ શરૂ થયું છે. પરિણામે લોકોને ચોમાસામાં થનાર હાડમારીથી મુક્તિ મળશે. આ અંગે મળતી વિગત મુજબ વોર્ડ નંબર 6ના શાંતેશ્વર - ઓઘડનગર મેઇન રોડમાં ભૂગર્ભ ગટર માટે રસ્તાને તોડવામાં આવ્યો હતો. જોકે, કામ પૂર્ણ થયા બાદ પણ પેચવર્ક કરવામાં આવ્યું ન હતું. આ અંગે સ્થાનિક લોકો તેમજ પૂર્વ કોર્પોરેટર પ્રવિણ વાઘેલા દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઇ હતી.
જોકે તેમ છત્તાં તંત્ર ઘોરતું રહ્યું હતું. આ અંગે લોકોની રજૂઆત બાદ દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોની સમસ્યાને વાચા આપવા સાથે તંત્રનું ધ્યાન દોર્યું હતું. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ મહાનગરપાલિકા તંત્રની નિંદર ઉડાડી હતી. સફાળા જાગેલા મનપા તંત્રએ તુરત કોન્ટ્રાકટરનો સંપર્ક કરી રસ્તાના પેચવર્કની કામગીરી શરૂ કરાવી છે. ત્યારે આ કામગીરીના કારણે આ વિસ્તારના સ્થાનિક લોકને ચોમાસામાં થનારી હાડમારીથી મુક્તિ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.