લોકોમાં ભારે રોષ:ચાર વર્ષ પહેલા રસ્તો ખોદાયો, નવો ન બન્યો, વરસાદ થતાં જ કાદવ-કીચડ,રોગચાળો વકરશે

કાજલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ યોગ્ય વ્યવસ્થા ન કરતા દિવસભર માર્ગ પર પાણી વહેતુ જોવા મળી રહ્યું છે

પ્રભાસ પાટણમાં એક વિસ્તારમાં લગભગ 4 વર્ષથી રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું છે અને ચોમાસાની સિઝનમાં તો અહીંયા થી પસાર થવું પણ મુશ્કેલ બને છે.ત્યારે જ બે દિવસ પહેલા જ માવઠું થતા જ આ માર્ગ પર કાદવ-કીચડ જોવા મળે છે.પ્રભાસ પાટણમાં 4 વર્ષ પહેલાં નવો રસ્તો બનાવવાને લઈ ખોદકામ કરવામાં આવ્યું હતું.જો કે હજુ સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી.જેથી સ્થાનિક લોકોને અવર-જવર માં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે.અને વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.ચોમાસામાં પણ પાણીનો ભરાવો થાય છે.

પાલિકાએ ધોરીયા ન બનાવ્યા હોય જેથી રસ્તા પર પાણી વહેતુ હોય જેથી ડામર રોડ બિસ્માર બની જાય છે.ત્યારે જ બે દિવસ પહેલા જ કમોસમી વરસાદ થતાં અહીંયા ગંદકી જોવા મળી રહી છે.અને રોગચાળો વકરવાની ભીતી સેવાઈ રહી છે.તંત્ર દ્રારા આ અંગે વહેલીતકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સિમેન્ટ રોડ બનાવવા માંગ
આ વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવામાં આવે તેવી રજૂઆત અનેક વખત કરાઈ છે છતાં તંત્ર દ્રારા કામગીરી શરૂ કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...