કામગીરી:રોડ ઉપર રોડ બનતા ડિવાઇડર ગાયબ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ખાડા પૂરવાનું કામ શરૂ
  • નિયમ વિરૂદ્ધ ખાડા પુરાઇ રહ્યા છે

ચોમાસામાં રસ્તા તૂટી જાય. મહાનગર પાલીકા આ રસ્તા ફરી બનાવે. જોકે શહેરમાં તૂટતા રસ્તા નિયમ મુજબ બનતા નથી. રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે. પરિણામે રોડ ઉંચાઇ વધી ગઇ છે. શહેરનાં અનેક માર્ગો પર રોડની ઉંચાઇ વધી જતા ડીવાઇડર ગાયબ થઇ ગયા છે. રોડ અને ડિવાઇડરની સમાન ઉંચાઇ થઇ ગઇ છે. હાલ જૂનાગઢનાં મજેવડી દરવાજા પાસે રસ્તા રીપેર કરવામાં આવી રહ્યો છે. એક સાઇડનો રોડ ડિવાઇડર સુધી પહોંચી ગયો છે. અહીં વાળાંક હોય વાહન ડિવાઇડર ઓળંગી જવાની શકયતા રહેલી છે. રસ્તા ખોદી અથવા ખાડાનાં પ્રમાણમાં મટીરીયલ્સ નાખવામાં આવતું નથી.

ખાડાના પ્રમાણમાં મટીરીયલ્સ હોવું જોઇએ, ઓછુ નહીં કે વધારે નહીં
શહેરમાં હાલ રોડ રિપેરીંગની કામગીરી ચાલી રહી છે, પરંતુ તે કામગીરી નિતીનિયમ મુજબ થાય તે જરૂરી છે.ખાસ કરીને ખાડા રિપેર કરવા માટે સૌ પ્રથમ ખાડાને ક્લીન કરવાનો હોય છે. બાદમાં ડામરનો છંટકાવ કરી, મટિરીયલ્સ ભરવાનું હોય છે, બાદમાં રોલર ફેરવી લેવલ કરવાનું હોય છે. ખાડા પ્રમાણે મટિરીયલ્સ ઓછું કે વધુ ન રહેવું જોઇએ તેની પણ ખાસ તકેદારી રાખવાની હોય છે. - જૂનાગઢ,માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત ઇજનેર.

અન્ય સમાચારો પણ છે...