તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Road Closed From Azad Chowk To Kalwa Chowk, M. G. The Decision Was Taken After The Completion Of The Underground Sewer Work In The Road As The Main Hole Of The Sewer Was High And There Was A Fear Of An Accident.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:આઝાદ ચોકથી કાળવા ચોકનો રસ્તો બંધ, એમ. જી. રોડમાં ભૂગર્ભ ગટરના કામ પુર્ણ થયા બાદ ગટરના મેઇન હોલ ઉંચા હોઇ અકસ્માતની ભિતી જણાતા લેવાયો નિર્ણય

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મહાનગરપાલિકાએ એમ.જી. રોડ પરના આઝાદ ચોકથી કાળવા ચોકના રસ્તા પર વાહન પ્રવેશ પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ માટેના કોઇ બોર્ડ લગાવ્યા નથી. પરિણામે વાહન ચાલકો આવી જાય છે અને પછી ફસાઇ જાય છે. - Divya Bhaskar
મહાનગરપાલિકાએ એમ.જી. રોડ પરના આઝાદ ચોકથી કાળવા ચોકના રસ્તા પર વાહન પ્રવેશ પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ માટેના કોઇ બોર્ડ લગાવ્યા નથી. પરિણામે વાહન ચાલકો આવી જાય છે અને પછી ફસાઇ જાય છે.
 • રોડની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી તમામ વાહનો માટે પ્રતિબંધનો મહાનગરપાલિકાએ આદેશ જારી કર્યો, ટ્રાફિક જયશ્રી રોડ, છાયાંબજાર તરફ ડાઇવર્ટ કરાયો

શહેરનો અતિ મહત્વનો અને ટ્રાફિકથી સતત ધમધમતા એમ. જી. રોડ પર તમામ વાહનોના પ્રવેશ પર મહાનગરપાલિકાએ પ્રતિબંધ લગાવી દીધો છેે. જ્યાં સુધી રોડનું કામ પુર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રવેશ લાગુ પડશે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર અને બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે કે, એમ. જી. રોડ પર આઝાદ ચોકથી લઇને કાળવા ચોક સુધીના રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે. હાલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઝાદ ચોકથી કાળવા ચોક સુધી ભૂગર્ભ ગટરની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે.

જોકે, રોડની કામગીરી હજુ બાકી હોવાથી ગટરના મેઇન હોલ ચેમ્બર રોડના લેવલથી ઉંચા રહ્યા છે. પરિણામે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાની શક્યતા રહે છે. આથી જ્યાં સુધી રોડની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી આ રોડ તમામ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવે છે. હવે ટ્રાફિકને છાયા બજાર અને જયશ્રી રોડ પર ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ રોડ ક્યારે બને અને ક્યારે લોકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે તે જોવું રહ્યું.

જયશ્રી રોડ, છાંયા બજારમાં થશે ભીડ
રસ્તાનું કામ બાકી હોય અને લેવલથી ઉંચા ગટરના ઢાંકણાને લઇ રસ્તોબંધ કરાયો છે. ત્યારે એમજી રોડ પરના આઝાદ ચોકથી લઇને કાળવા ચોકમાં જવા માટે રસ્તો ડાઇવર્ટ કરાયો છે. આ વાહન ચાલકોને જયશ્રી રોડ તેમજ છાંયા બજારમાંથી પસાર થવું પડશે જેના કારણે ખાસ કરીને સાંકડા છાયાં બજારમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે.

વાહન પ્રવેશ પ્રતિબંધ કાગળ પર
મહાનગરપાલિકાએ આઝાદ ચોકથી લઇને કાળવા ચોક સુધીનો રસ્તા વાહન ચાલકો માટે બંધ કર્યો છે. જોકે, વાહન પ્રવેશ પ્રતિબંધ માત્ર કાગળ પર રહી ગયો છે. અનેક વાહન ચાલકો હજુ પણ આ રસ્તા પરથી બિન્દાસ્ત પસાર થઇ રહ્યા છે.

રોડનું કામ ક્યારે પૂર્ણ થશે ?
એમ. જી. રોડ શહેરનો હાર્દસમો રોડ છે. રસ્તો બંધ કરવામાં આવતા અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. ત્યારે મહાનગરપાલિકાએ ક્યારે રોડનું કામ પુર્ણ થશે તે વિશે કોઇ ફોડ પાડવાના બદલે જ્યાં સુધી રોડની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રાખવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો