તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NCPનો વિરોધ:માણાવદરના રસ્તાને ભ્રષ્ટાચાર ખાઇ ગયોને રિવરફ્રન્ટની વાતો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેશ્મા પટેલે લોકોને દસ્તાવેજી પુરાવા સાથે રાખી મામલતદારને આવેદન આપ્યું. - Divya Bhaskar
રેશ્મા પટેલે લોકોને દસ્તાવેજી પુરાવા સાથે રાખી મામલતદારને આવેદન આપ્યું.
  • ખારાપાટના લોકોના ઘર ખાલી કરાવવા મુદ્દે એનસીપીનો વિરોધ

માણાવદરમાં રિવરફ્રન્ટના નામે લોકોના ઘર ખાલી કરવા સામે એનસીપીએ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે એનસીપીના રેશ્મા પટેલે ખારાપાટ વિસ્તારના લોકોને સાથે રાખી દસ્તાવેજી પુરાવા સાથે મામલતદારને આવેદન આપ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે, ખારાપાટમાં 300 લોકો આશરે 40 વર્ષથી રહે છે. બળજબરી પૂર્વક તેમના ઘર ખાલી કરાવાઇ રહ્યા છે. લોકોની માંગ ઘરના બદલામાં ઘર આપવાની છે. સાથે ગંભીર આક્ષેપો કરી રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, માણાવદરના રસ્તાને ભાજપનો ભ્રષ્ટાચાર ખાઇ ગયો છે ને રિવરફ્રન્ટની વાતો કરે છે. જો ગરીબોના ઘર તોડશે તો હું જેસીબી આડે પડી જીવ દેતા પણ અચકાઇશ નહી.

અન્ય સમાચારો પણ છે...