આત્મનિર્ભર:રોબોટિક્સ ડ્રોન, સેન્સરના ઉપયોગથી કૃષિમાં ક્રાંતિ લાવો

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્ય ઉર્જાના ઉપયોગથી આત્મનિર્ભર બનવા પર ભાર મૂકાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 5 દિવસીય વોકેશનલ તાલીમમાં ઉપસ્થિત નિષ્ણાંતોએ ખેતીમાં આધુનિક તકનીકના ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે 5 દિવસીય વોકેશનલ તાલીક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 300થી વધુ ઉપસ્થિ વિદ્યાર્થીઓને કૃષિ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, ખાસ કરીને કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે વિશ્વકક્ષાની આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ લેબોરેટરીઝ સ્થાપવામાં આવી છે.

ત્યારે રોબોટિક્સ ડ્રોન, સેન્સરનો કૃષિ ક્ષેત્રમાં કઇ રીતે ઉપયોગ થઇ શકે તેમજ તેના ઉપયોગ થકી કૃષિક્ષેત્રમાં ક્રાંતિ કઇ રીતે લાવી શકાશે તે અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે સૂર્ય ઉર્જાના મહત્તમ ઉપયોગ થકી ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર બનવા પર ભાર મૂકાયો હતો. ખેતીમાં અત્યાધુનિક ટેકનોલજીના ઉપયોગથી ખેડૂતોની આવક બમણી થઇ શકશે. આ તકે કુલપતિ ડો. આર.એમ. ચૌહાણ, ડો. પી.એમ. ચૌહાણ, ડો. એન. કે. ગોટીયા, ડો. એચ.પી. ગર્ગ, ડો.પી.સી. બર્ગલ સહિતનાની ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો. બંસીબેન દેવાણીએ અને આભાર દર્શન ડો. કે.બી. ઝાલાએ કર્યું હોવાનું સંજયભાઇ ચોલેરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...