નારાજગી:કિસાન સમ્માન નિધી એન્ટ્રીનું વળતર! ;સરકાર 1 રૂપિયો તમારી પાસે રાખો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીસીઈનું કામ હોય તો આજે ગ્રામપંચાયતે ન જ જતાં નહિતર તમારે ધક્કો થશે, કામ નહીં

ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં કર્મીઓના પડતર પ્રશ્નોનો હલ ન થતાં ફરી હડતાળ પર ઉતર્યા છે.ત્યારે જ જૂનાગઢ જિલ્લા વીસીઈ મંડળે આવદેન આપ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર વર્ષ 2016 થી રજૂઆત કરાઈ છે.અને સરકાર સાથે બેઠકો પણ યોજાઈ છે.છતાં પડતર માંગણીઓનો કોઈ જ ઉકેલ આવતો નથી.જેથી 8 સપ્ટેમ્બરના ફરી હડતાળ પર જવાનો નિર્ણય લેવાયો છે.જ્યારે કિસાન સમ્માન નિધિના અપડેશનની કામગીરીને લઈ અરજી દીઠ 1 રૂપિયાનું વળતર વીસીઈને આપવાનો નિર્ણય લીધી હતો જેમની સામે પણ નારાજગી જોવા મળી રહી છે.

કમિશન નહીં,રૂ.19,500 પગાર આપો : વીસીઈની મુખ્ય માંગણી જોઈએ તો કમિશન બંધ કરી પગાર આપવો,વર્ગ 3 ના કર્મીમાં સમાવેશ કરવો,છુટા કરાયેલા વીસીઈ ને પરત ફરજ પર લેવા, કોરોના સમયે મરણ પામેલ મૃતક કર્મીના પરિવારજનોને સહાય ચૂકવવી,હાઈ સ્પીડ નેટ સેવા અને જોબચાર્ટ નક્કી કરવા સહિતના પ્રશ્નો હજુ ઉકેલાયા નથી.

અમને જ અન્યાય કેમ.?: વીસીઈને પૂછતાં તેમને જણાવ્યું હતું કે અમે દિવસ-રાત જોયા વિના સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યાં છીએ છતાં નજીવું વેતન જ મળી રહ્યું છે ને અમને અન્યાય કરવામાં આવી રહ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...