તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:નિવૃત્તિ પેન્શનરોને તિજોરી કચેરી સુધીનો ધક્કો ટળશે

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટપાલ દ્વારા ઘર બેઠા મળશે આવકના દાખલા

જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેણંદભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી આવકના પ્રમાણપત્ર માટે તિજોરી કચેરી ખાતે રૂબરૂ આવવુ પડતું હતું. પરંતુ હાલમાં તિજોરી અધિકારી પોપટભાઇ અને સાગાંણી ભાઇએ જણાવ્યું હતું કે, કોઇપણ ખાતાના નિવૃત્ત કર્મચારીએ આવકના દાખલા માટે તિજોરી કચેરીએ આવવાની જરૂર નથી. 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધીના આવકના દાખલા નિવૃત્ત પેન્શનર કર્મચારીના ઘરે પોસ્ટ દ્વારા મોકલી દેવામાં આવશે. જે કર્મચારીની આવક 5 લાખ ઉપર થતી હોય તેને ફોર્મ નંબર 12 - લી ભરવાનું રહેશે. દરમિયાન જો આવકનો દાખલો અને ફોર્મ નંબર 12 - લી ન મળે તો જૂનાગઢ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘની ઓફિસ, બોલબાલા ટ્રસ્ટ, મિરાનગર, નવી કલેકટર કચેરી પાસે સવારના 9 થી 12 અને સાંજના 5 થી 7 માં મેળવી લેવા મેણંદભાઇ ડાંગરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો