આવેદન:ઇપીએફ 95 પેન્શનના મુદ્દે નિવૃત્ત કર્મીઓએ કર્યુ અર્ધનગ્ન પ્રદર્શન

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનને સંબોધી ઇપીએફઓ કચેરીને અપાયું આવેદન

ઇપીએફ 95ના કર્મીઓને પુરતું પેન્શન મળતું ન હોય આ મુદ્દે ઇપીએફઓ કચેરી સામે અર્ધનગ્ન પ્રદર્શન કરી વિરોધ વ્યકત કરાયો હતો. આ અંગે મધુર સોશ્યલ ગૃપના સલીમભાઇ ગુજરાતીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સંબોધીને એક આવેદન ઇપીએફઓ કચેરીમાં આપ્યું હતું. આવેદન પૂર્વે ઇપીએફ 95 આધારિત પેન્શનરોએ અર્ધનગ્ન અવસ્થામાં પ્રદર્શન કરી વિરોધ વ્યકત કર્યો હતો. આવેદનમાં જણાવાયું હતું કે, કેન્દ્ર સરકારે પુરતું પેન્શન મળી રહે તે માટે સૈદ્ધાંતિક નિર્ણય લઇ સંબંધિત ખાતાઓને અમલ કરવા સૂચના આપી છેે.

છત્તાં યોજનાનો અમલ કરવાના વિલંબના કારણે દેશના 65 લાખ કર્મીઓને માત્ર મામુલી પેન્શન મળે છે જેમાં જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બન્યો છે. છેક 2015થી લડત કરી રહ્યા છે. 2022 આવ્યું છે છત્તાં નિર્ણય આવ્યો નથી! ત્યારે હજુ કેટલા વર્ષ સુધી લડત કરવાની રહેશે? તેવા બોર્ડ બતાવી આ અંગે સત્વરે નિર્ણય નહિ કરાય તો દેશવ્યાપી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...