વર્લ્ડ નર્સીંગ ડે:ફરજમાંથી નિવૃત્ત થઇ છું, સેવાના કાર્યોમાંથી નહિ, જૂનાગઢના મધર ટેરેસા ગણાતા નર્સની વાત

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં પરિવાર હાથ નોતા ઝાલતા ત્યારે દર્દીના ઘરે જઇ સેવા કરતા

12 મેની ફ્લોરેન્સ નાઇટેન્ગલ ડે એટલે કે વર્લ્ડ નર્સિસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢના એક એવા નર્સની વાત કરવી છે, કે જે જૂનાગઢના મધર ટેરેસા તરીકે જાણીતા બન્યા છે. આ અંગે એડવોકેટ ગિરીશ મશરૂએ જણાવ્યું હતું કે, સાબેરાબેન શેખ વર્ષો સુધી સિવીલમાં સિનીયર નર્સિંગ ઓફિસર તરીકેની ફરજ બજાવી નિવૃત્ત થયા છે.

જોકે, તેઓ હજુ પણ લોકોની ફ્રિ સેવા કરે છે. અરે, કોરોનાના કાળમાં અને લોકડાઉનાં પણ તેઓ લોકોના ઘરે જઇ ફ્રિ સેવા કરતા હતા. કોરોનાના કારણે પરિવાર હાથ ઝાલતો ન હતો ત્યારે સાબેરાબેન આવા દર્દીના ઘરે જઇ ઇન્ઝેકશન આપવું, બાટલા ચડાવવા જેવી કામગીરી કરતા હતા. સિવીલના નર્સિસ સુપ્રિટેન્ડેન્ટ ઉષાબેન ભટ્ટને કોરોના થતા સાબેરાબેને સારવાર કરી હતી.

જોકે, કિડની ફેઇલ થતા તેમનું અવસાન થયું. સાબેરાબેન પોતે મુસ્લિમ હોવા છત્તાં તેમના હિન્દુધર્મની વિધી અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમના અસ્થિને પ્લેનમાં લઇ જઇ ગંગામાં શાસ્ત્રોક્ત વિધીથી વિસર્જન કર્યા હતા. ઉષાબેન ભટ્ટ વિધાતા નગરમાં ડો. અગ્રાવતના દવાખાના પાસે રહેતા હતા.

તેની ઇચ્છા તેમના ઘરની પાસે 19 લાખના ખર્ચે શિવમંદિર બનાવવાની હતી. ત્યારે રમઝાન માસ ચાલતો હોવા છત્તાં શિવમંદિર બનાવવામાં સાબેરાબેન શેખ તેમની સાથે રહ્યા હતા અને કાર્ય સંપન્ન કરાવ્યું હતું. આ તકે સાબેરાબેન શેખે જણાવ્યું હતું કે,હું સિવીલમાં ફરજમાંથી નિવૃત્ત થઇ છું,સેવાના કામથી નહિ. જીવીશ ત્યાં સુધી લોકોના સેવાના કાર્યો ફ્રિમાં કરતી રહિશ.

અન્ય સમાચારો પણ છે...