તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:નિવૃત કર્મચારીના મોબાઈલમાં પેન્શનના મેસેજ બંધ થયા હોય ચાલુ કરવાના ચક્કરમાં 55 હજાર ગુમાવ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર પાસેથી બેંકની વિગતો મેળવી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાયા

જુનાગઢના નિવૃત બીએસએનએલ કર્મચારીને પેન્શનના મેસેજ મળતા બંધ થતા મોબાઈલ નંબર રજીસ્ટર કરવાના બહાને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે ખાતા નંબર અને ઓટીપી મેળવી લઈ તેના ખાતામાંથી 54,889 રૂપીયા ઉપાડી લઈ ઓનલાઈન છેતરપિંડી આચર્યાની ફરિયાદ થતા રેન્જ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર જૂનાગઢ માં બસ સ્ટેન્ડ પાછળ આવેલા શ્રીનાથનગર વિસ્તારમાં રહેતા નિવૃત બીએસએનએલ કર્મચારી સવદાસભાઈ પૂનાભાઈ ભાટુનુ દિવાન ચોકમાં આવેલી એસબીઆઈ બેન્કમાં ખાતુ છે. અગાઉ તેને ટ્રાન્ઝેકશન અને પેન્શનના મેસેજ આવતા હતા. પરંતુ તે મેસેજ આવતા બંધ થઈ ગયા હતા.

જેથી બેંકને લેખિતમાં બે વખત અરજી કરેલ પરંતુ મેસેજ ચાલુ થયા ન હતા. તેઓનું અન્ય બેંકમાં ખાતુ હોય સવદાસભાઈ ત્યાં કામ હોવાથી જતા ત્યાં એક અજાણ્યો શખ્સ મળ્યો હતો. તેને મેસેજ ન આવતા હોવાની વાત કરતા તેણે એક નંબર આપતા તેમાં ફોન કર્યો હતો. બાદમાં તા.2-2-2021 ના અજાણ્યા નંબર પરથી મેસેજ આવેલ તેમાં એક નંબર હતા. તેના પર ફોન કરો જેથી બેંક ખાતા સાથે નંબર રજીસ્ટર થઈ જશે અને મેસેજ ચાલુ થઈ જશે. ત્યારબાદ ગાંધીનગર એસબીઆઈ બેન્કમાંથી બોલતો હોવાની ઓળખ આપી અજાણ્યા શખ્સએ ફોન કરી સવદાસભાઈ પાસેથી બેંક ખાતા નંબર તથા એટીએમ નંબર મેળવી લઈ અને એક એપ ડાઉનલોડ કરાવી હતી.

ત્યારબાદ સવદાસભાઈના ખાતામાંથી એકવાર 49,900 તથા બીજીવાર 4,989 મળી કુલ 54,889 રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગે સવદાસભ ભાટુએ અરજી આપી હતી. જેના અનુસંધાને જુનાગઢ રેન્જ સાયબર સેલ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...