ક્લિન ચિટ:વિજતંત્રના રિટાયર્ડ ચિફ ઇજનેરને ક્લિન ચિટ મળી

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકી દેવાયેલ 1,00,000ની રકમ પણ રિલીઝ કરાઇ

ગેરરિતી મામલે થયેલી ફરિયાદ બાદ વિજતંત્રના રિટાયર્ડ ચિફ ઇજનેરને તપાસના અંતે કલીન ચિટ મળી છે. આ અંગે મળતી વિગત મુજબ ભાવનગર ઝોનના ચિફ ઇજનેર પી.એન. આજકીયા જ્યારે જૂનાગઢ પીજીવીસીએલના એડીશ્નલ ચિફ ઇજનેર હતા ત્યારે તેમણે જૂનાગઢમાં લાખો રૂપિયાની ગેરરિતી કરી હોવાના આક્ષેપ થયા હતા. આ અંગે સીએમ સુધી કરાયેલી અરજી બાદ 5 થી 6 ઇન્કવાયરી ચાલુ હતી. દરમિયાન 31 જૂલાઇના તેઓ નિવૃત થવાના હોય પીએફ સિવાયની તમામ મળનારી રકમ પણ અટકાવી દેવાઇ હતી.

દરમિયાન થયેલી ઇન્કવાયરીમાં પી.એન. આજકીયા નિર્દોષ સાબિત થયા હતા પરંતુ 1 કેસમાં ઇન્કવાયરી ચાલુ હોય 1,00,000 સિવાયની બાકી રકમ આપી દેવાયેલ હતી. દરમિયાન આ કેસમાં પણ તેઓ નિર્દોષ સાબિત થતા હાઇલેવલ ઓથોરિટીની સૂચના બાદ 1,00,000ની રોકી રકાયેલી રકમ પણ રિલીઝ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...