પતિ દ્વારા પત્ની પર ફાયરિંગ:જૂનાગઢમાં નિવૃત આર્મીમેનનું પોત પ્રકાશ્યું, આંગણવાડીમાં ફરજ બજાવી રહેલી પત્ની પર ફાયરિંગ કર્યું

જૂનાગઢ5 મહિનો પહેલા
  • હુમલામાં ઘાયલ થયેલી પત્નીને સારવાર માટે ખસેડવામાં આવી
  • પોલીસે ફાયરિંગ કરનાર પતિની હથિયાર સાથે અટકાયત કરી
  • હુમલાની ઘટના પાછળ ઘરકંકાશ જવાબદાર હોવાની ચર્ચા

જૂનાગઢ શહેરમાં આજે બપોરના સમયે નિવૃત આર્મીમેન પતિએ આંગણવાડીમાં ફરજ બજાવતી પત્ની ઉપર ઘરકંકાસને લઈ ફાયરિંગ કર્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના અંગે પોલીસે તાબડતોડ ફાયરિંગ કરનાર પતિને પોલીસે હથિયાર સાથે દબોચી લીધો હોવાનું જાણવા મળેલ છે.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ બપોરના અઢી વાગ્યા આસપાસ જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં કામ કરતા સ્મિતાબેન ફરજ પર હતા એ સમયે અચાનક યુપીના મેરઠમાં અગાઉ ફરજ બજાવતા પતિએ અચાનક ઘસી આવી મારકુટ કરી ફાયરિંગ કર્યું હતું. સ્મિતાબેનને ગોળી લાગતા ઇજાગ્રસ્ત બનેલ હતા. અચાનક થયેલ ફાયરીંગની ઘટનાથી સન્નાટો પ્રસરી ગયો હતો. બાદમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ફાયરિંગ કરવા પાછળ ઘરકંકાસ હોવાની ચર્ચા થઈ રહેલ છે. જો કે આ ઘટનાને લઈ આંગણવાડી ખાતે દોડી આવેલ પોલીસે ગણતરીના સમયમાં ફાયરિંગ કરનાર નિવૃત આર્મીમેન પતિને એ ડિવિઝન પોલીસ સ્ટાફે હથિયાર સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ મહાનગરમાં સન્નાટા સાથે ચકચાર પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...