જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ઝાંઝરડા ગામની સીમમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ 5 અને 7 બહાર પાડવામાં આવી છે. જોકે, આની સામે સ્થાનિક ખેડૂતોએ ગુજરાત સરકારના મુખ્ય સચિવને સંબોધીને એક આવેદન જિલ્લા કલેકટરને આપી પોતાના વાંધા-સૂચનો રજૂ કર્યા છે. ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટની કલમ 41 અન્ય કલમો મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલ નથી. ખેડૂતો અને જમીન આસામીની સહમતિ બાદ ટીપી સ્કિમ બહાર પાડવી જોઇએ. ટીપીમાં 40 ટકા જમીન કપાતનો ઠરાવ કરાયો છે, તેના વળતર અંગેનો કોઇ ઠરાવ કરાયો નથી! 40 ટકા જમીન કપાત બાદ બાકી રહેતી જમીન ક્યાં અપાશે તેની જાણકારી અપાયેલ નથી.
વળતર વિના 40 ટકા જમીન કાપવાની કાયદામાં કોઇ જોગવાઇ નથી. આ ટીપી સ્કિમમાં કેટલા નાણાં જોઇશે અને તે ક્યાંથી મળશે તેની જાણકારી નથી. યોજનાના પ્લાનીંગમાં ખેડૂત ખાતેદાર, જમીન માલિકના કોઇ પ્રતિનિધીને શામેલ કરેલ નથી. ત્યારે જેની જમીનો છે તેને કોઇ જાણકારી આપ્યા વિના, વિશ્વાસમાં લીધા વિના માત્ર સરકારી અધિકારી યોજના બનાવે છે તે રદ કરવાની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.