તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Resolution Approved For Renovation Of Building Of Veraval T.P. At A Cost Of Rs. 3 Crore, Surplus Budget Of Rs. 54 Crore Unanimously Approved.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:વેરાવળ તાલુકા પંચાયતનું રૂપિયા 54. 67 લાખની પુરાંત વાળું બજેટ, તા.પં.નું બિલ્ડીંગ ત્રણ કરોડનાં ખર્ચે આધુનિક બનાવવાને મંજૂરી

વેરાવળ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવનિયુક્ત પ્રમુખે પૂજા અર્ચના બાદ ચાર્જ સંભાળ્યો

વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને બજેટ અંગેની બેઠક મળેલ જેમાં વર્ષ 2021-22 નું રૂ. 54.67 ની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મજૂર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તાલુકા પંચાયત કચેરીનું નવુ બિલ્ડીંગ બનાવવા માટેનો ઠરાવ પણ સર્વાનુમતે કરવામાં આવ્યો છે.વેરાવળ તાલુકા પંચાયત કચેરીનાં સખાખંડમાં પ્રમુખ સરમણભાઇ વેજાણંદભાઇ સોલંકી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી,જેમા વર્ષ 2021-22 નું રૂપિયા 54,67,057ની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે.

આ બજેટમાં સામાન્ય વહિવટ ક્ષેત્રે 1,67,000, કુદરતી આફત ક્ષેત્રે રૂ.1,20,000, બાંધકામ ક્ષેત્રે રૂ.6,45,000, આરોગ્ય તથા પંચાયત વિકાસ ક્ષોત્રે રૂ.1,25,500, શિક્ષણ ક્ષેત્રે રૂ.2,00,000, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.62,000, ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે રૂ.52,500 તેમજ જુદી-જુદી યોજનાઓમાં પણ વિકાસ ક્ષેત્રે જોગવાઇ કરવામાં આવી છે.

પુજા-અર્ચના કરી પ્રમુખે ચાર્જ સંભાળ્યો
વેરાવળ તાલુકા પંચાયત કચેરીનો ચાર્જ નવનિયુકત પ્રમુખ સરમણભાઇ સોલંકીએ પૂજા-અર્ચના કરી સંભાળ્યો હતો. આ તકે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી, ઉપપ્રમુખ ઉષાબેન વાળા સહીતના સભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો