રાજીનામું:જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના ચેરમેનનું રાજીનામું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે નવા ચેરમેનની વરણી માટે થશે ચૂંટણી

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના ચેરમેને પોતાનું રાજીનામું આપી દીધું છે. ભાજપના એક વ્યક્તિ એક હોદ્દાના સિદ્ધાંતને લઇ રાજીનામું આપ્યું છે. હવે નવા ચેરમેન માટે ચૂંટણી કરવામાં આવશે. આ અંગે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમીટેડના સીઇઓ કિશોર ભટ્ટે જણાવ્યું છે કે, બેન્કના ચેરમેન પદેથી ડોલરભાઇ કોટેચાએ રાજીનામું ધરી દીધું છે. ડોલરભાઇ કોટેચાએ આ બેન્કનું સુકાન 15 જૂન 2020થી સંભાળ્યું હતું.

દરમિયાન ખેતી બેન્ક અમદાવાદના ચેરમેન તરીકે પણ ડોલરભાઇ કોટેચા બિનહરિફ ચૂંટાઇ આવ્યા હતા. આ ઉપરાંત નાસ્કોબના ડાયરેકટર તરીકે પણ બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે ધી ગુજરાત સ્ટેટ કો. ઓ. બેન્ક લિ.અમદાવાદના સિનીયર ડિરેકટર તરીકે પણ વર્ષોથી સેવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...